કિમ જોંગની વધુ એક નાપાક હરકત આવી સામે: જેલના કેદીઓને પીવડાવે છે એવી વસ્તુ કે, જાણીને વિશ્વાસ થાય

સોશિયલ મીડિયામાં ઘણીવાર આપણને આશ્વર્ય પમાડે એવી ઘટનાઓ અથવા તો જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.…

સોશિયલ મીડિયામાં ઘણીવાર આપણને આશ્વર્ય પમાડે એવી ઘટનાઓ અથવા તો જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રૂરતાની ઘટના સમગ્ર વિશ્વમાં જગજાહેર છે. તેઓ ક્યારેક પોતાના હરીફને તોપથી ઉડાવી દેતાં હોય છે, તો ક્યારેક નાની એવી ભૂલને લીધે સંબંધીઓને પણ ભૂખ્યા કુતરાની સામે ધરી દેતો હોય છે.

વિદેશી TV શો જોવા પર આપે છે ભયંકર સજા :
હાલમાં જ ઉત્તર કોરિયાની જેલમાંથી ફરાર થયેલ એક કેદીએ ખુલાસો કર્યો હતો કે, ત્યાં વિદેશી TV શો જોવા પર ભયંકર સજા આપવામાં આવે છે. આ કેદીઓને જેલમાં મૃત વ્યક્તિઓની રાખવાળુ પાણી કેદીઓને પીવડાવવામાં આવે છે. એણે જણાવતાં કહ્યું હતું કે, ત્યાંના ચોંચરી કંસ્ટ્રેશન કેમ્પમાં કેદીઓની સાથે જાનવર જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ કેદીનું ઈન્ટરવ્યૂ વોશિંગ્ટન સ્થિત સમિતિએ લીધુ છે.

કેદીઓને જેલમાં જ સળગાવી દેવામાં આવે છે :
આ કેદીનું નામ તથા ઓળખાણ ગુપ્ત રાખવામાં આવ્યા છે. તેણે જણાવતાં કહ્યું છે કે, મૃત દેહને સળગાવ્યા પછી એને એક ગોદામમાં રાખવામાં આવે છે. જ્યાં ઉંદર તથા બીજાં જીવો એને કોતરે છે. આ જેલને એકાગ્રતા શિવરનું નામ આપવામાં આવ્યુ છે તેમજ એમાં અમાનવીય યાતના આપવામાં આવે છે.

મડદાઓની રાખનું પાણી પીવા મજબુર કેદીઓ :
દર અઠવાડીયે અહીં કોઈના કોઈ કેદીનું અવસાન થાય છે. જેને કેમ્પની અંદર બનાવવામાં આવેલ શ્મસાનમાં સળગાવી દેવામાં આવે છે. ત્યારબાદ મડદાઓને ત્યાં બહાર ખડકલો કરવામાં આવે છે. જેનો વપરાશ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા ખાતર બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે વરસાદ થાય છે ત્યારે આ રાખનું પાણી નદીમાં ભળે છે. આ નદીનું પાણી કેદીઓને પીવડાવવામાં આવે છે તેમજ ન્હાવાનું પણ એમાંથી જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *