હીટ એન્ડ રન કેસ: પુરઝડપે કાર હંકારીને અમદાવાદમાં બિલ્ડરની દીકરીએ સર્જ્યો અકસ્માત, વિદ્યાર્થીઓને લીધા અડફેટે

ગુજરાત: મેગાસીટી (Megacity) અમદાવાદ (Ahmedabad) માં દિને-પ્રતિદિન હિટ એન્ડ રનના કેસનાં દરમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ વાત અમે એટલા માટે કહબી રહ્યા…

ગુજરાત: મેગાસીટી (Megacity) અમદાવાદ (Ahmedabad) માં દિને-પ્રતિદિન હિટ એન્ડ રનના કેસનાં દરમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ વાત અમે એટલા માટે કહબી રહ્યા છે. કારણ કે, થોડા સમય અગાઉ જ શિવરંજની ચાર રસ્તા નજીક એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી કે, જેમાં પર્વ શાહ નામના યુવકે ફુટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. આવી જ અન્ય એક ઘટના હાલમાં સામે આવી છે. 

બિલ્ડર અમિત પટેલની દીકરી અકસ્માત સર્જીને ફરાર:
શહેરમા વધારે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે, જેમા શહેરના ખ્યાતનામ બિલ્ડરની દીકરીએ આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડર અમિત પટેલની દીકરીએ આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યું છે કે, જેમા એક કરતા વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા છે કે, જેને લીધે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

અકસ્માતમાં CAના વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત:
આપને જણાવી દઈએ કે, જે યુવકો અકસ્માતનો ભોગ બન્યા છે. તેઓ CAના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવી રહ્યું છે કે, જે સમયે આ અકસ્માત સર્જયો ત્યારે યુવતી ગરબા રમીને ઘરે જઈ રહી હતી. આની સાથે જ તેની કાર 100ની સ્પીડ પર હતી એવું સામે આવ્યું છે. આની સાથે જ અકસ્માત સર્જયા પછી યુવતી ભાગી ગઈ હતી.

શહેરમાં વધી રહ્યા છે હિટ એન્ડ રનના કેસ:
અહીં નોંધનીય છે કેમ, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, સારી બાબત તો એ છે કે, આ અકસ્માતમાં ભોગ બનનારને વધુ ઇજા પહોંચી નથી ફક્ત ઘા વાગ્યા છે. જો કે, અમદાવાદમાં સતત વધતા જઈ રહેલ ‘હિટ એન્ડ રન’ના બનાવો હવે એક ગંભીર પ્રશ્ન બની ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *