વડોદરામાં લવ-જેહાદનો કિસ્સો: 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે 23 મહિના આચર્યું દુષ્કર્મ 

ગુજરાતના વડોદરા જીલ્લામાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે સતત 23 મહિના સુધી દુષ્કર્મ…

ગુજરાતના વડોદરા જીલ્લામાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 20 વર્ષીય મિકેનિક વિધર્મી યુવકે સતત 23 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. એટલુ જ નહી તેનું અપહરણ કરીને તેના વતન બિહાર લઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાએ પોલીસને બિહારના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમાનતે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અમાનતે તેને 3 મહિના પહેલાં લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેને માર્ચ મહિનામાં અલગ-અલગ દિવસે દશરથ ખાતે આવેલા અવાવરૂ રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઉપરાંત, અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને ફરવાના બહાને લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમાનતુલ્લાહ 20 વર્ષનો છે અને તે મૂળ બિહારના દરભંગા ગામનો રહેવાસી છે. કેટલાક સમયથી તે સુરતના રણોલી વિસ્તારમાં રહીને મિકેનિકનો વ્યવસાય કરતો હતો. આવતા-જતાં તે સગીરાને જોઇ જતાં તેણે તેને ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ કર્યું હતું. ગયા વર્ષે લોકડાઉન થઇ જતાં તે વતન પરત જતો રહ્યો હતો અને 6 મહિના વતનમાં રોકાયા બાદ ફરી વડોદરા આવી સગીરા સાથે સંપર્ક રાખવાનું શરૂ કર્યું હતું.

વિધર્મી યુવકે સગીરાને દુષ્કર્મ અને અપહરણ કર્યું હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો છાણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને સોંપી હતી. 3 મહિના પહેલાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનારો અમાનતુલ્લાહ 2 તારીખે સગીરાને લગ્નની લાલચ આપી તથા ફરવા જવાના બહાને ઘેરથી લઇ જઈ બસમાં બિહાર જવા રવાના થયો હતો. 2 દિવસ બાદ તે પટના પહોંચ્યો હતો. પોલીસે અનાતુલ્લા સામે અપહરણની કલમ પણ નોંધી હતી.

સગીરાને લઇ અમાનતુલ્લાહ રણોલીમાંથી જતો હતો ત્યારે સગીરાના નજીકના સગા જોઇ ગયા હતા. એ પછી સગીરા ગુમ થઇ હતી, જેથી તેના પરિવારે અમાનતુલ્લાહ સામે શંકા હતી. પોલીસને જાણ કરતાં અમાનતુલ્લાહના પરિચિતોનો સંપર્ક કરી તેના પરિવાર વિશે માહિતી મેળવી તેનો સંપર્ક કર્યો હતો.

સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ થતાંની જાણ થતા જ પરિવારે છાણી પોલીસની મદદ માગી હતી, જેથી પરિવાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે બિહારના દરભંગામાં રહેતા અમાનતુલ્લાહના પરિવારને ફોન કર્યો હતો, પણ તે સગીરાને લઇ ઘેર પહોંચ્યો ન હતો, જેથી પોલીસે પરિવારને તે ઘેર આવે તો બંનેને તત્કાળ વડોદરા મોકલવા. અમાનતુલ્લાહ સગીરાને લઇને ઘેર પહોંચ્યો કે તરત જ તેના ભાઇએ તેને ફ્લાઇટમાં બેસાડી પરત મોકલ્યા હતા. વડોદરા આવતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં 3 મહિના પહેલાં અમાનતુલ્લાહે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાની જાણ થતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *