લોકપ્રિય અનુપમા સીરીયલના આ દિગ્ગજ અભિનેતાએ નાની ઉંમરે દુનિયાને કીધું અલવિદા- મોતનું કારણ…

Published on: 5:40 pm, Wed, 24 May 23

Anupama fame Nitesh Pandey Death: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે વધુ એક દિગ્ગજ અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રખ્યાત અભિનેતા નિતેશ પાંડે (Nitesh Pandey) હવે આપણી વચ્ચે રહ્યા નથી. મેળલી માહિતી અનુસાર કાર્ડિયાક અરેસ્ટને કારણે નિતેશ પાંડે (Nitesh Pandey) નું મૃત્યુ થયું હતું.

નિતેશ પાંડેના અવસાનથી મનોરંજન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ ભીની આંખો સાથે અભિનેતાને અંતિમ વિદાય આપી રહ્યા છે. તેમના માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે કે હસતો હસતો ચહેરો આજે તેમની વચ્ચે નથી.

અભિનેતાએ ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેણે ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં શાહરૂખ ખાનના સહાયકની ભૂમિકા ભજવી હતી. તે બધાઈ દો, રંગૂન, હન્ટર, દબંગ 2, બાઝી, મેરે યાર કી શાદી હૈ, મદારી જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ટીવી શોની વાત કરીએ તો તેણે સાયા, અસ્તિત્વ…એક પ્રેમ કહાની, હમ લડકિયાં, ઈન્ડિયાવાલી મા, હીરો-ગબે મોડ ઓન માં તેના ઉત્કૃષ્ટ કામથી દરેકનું દિલ જીતી લીધું હતું.

નિતેશ છેલ્લે અનુપમા શોમાં જોવા મળ્યો હતો
તેણે લોકપ્રિય શો અનુપમામાં ધીરજની ભૂમિકા ભજવી હતી. તેણે અનુજના મિત્ર તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. સિરિયલમાં હજુ પણ તેનો ટ્રેક ચાલી રહ્યો હતો. પરંતુ કોને ખબર હતી કે આ તેનો છેલ્લો શો હશે. નિતેશ પાંડેના નિધનના સમાચાર સાંભળીને અનુપમા શોની ટીમ આઘાતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.