અરે બાપરે! અનુષ્કાને પકડીને કીસ કરી લીધી આ માણસએ અને કોહલી જોતો રહી ગયો, કોણ છે આ ટોપી?

અનુષ્કા શર્મા(Anushka Sharma) બોલીવુડની એક પ્રખ્યાત અને દમદાર અભિનેત્રી છે. અનુષ્કા શર્માએ ગયા રવિવારે વિરાટ કોહલી(Virat Kohli) સાથે તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો. જણાવી દઈએ તમને…

અનુષ્કા શર્મા(Anushka Sharma) બોલીવુડની એક પ્રખ્યાત અને દમદાર અભિનેત્રી છે. અનુષ્કા શર્માએ ગયા રવિવારે વિરાટ કોહલી(Virat Kohli) સાથે તેનો 33મો જન્મદિવસ ઉજવ્યો. જણાવી દઈએ તમને કે, તેમનું બાળપણ કર્ણાટકમાં વીત્યું છે. અને અનુષ્કા શર્માના પિતા આર્મી ઓફિસર હતા. અનુષ્કા શર્માએ પોતાના પિતા વિશે જણાવતા કહ્યું કે “મારા પિતાએ કારગિલ યુદ્ધ લડ્યું હતું”.

એક સમય એવો પણ હતો જ્યારે કારગીલ યુદ્ધ વખતે પપ્પાના ફોન આવતા અને અનુષ્કા પોતાના મસ્તીભર્યા સ્વભાવમાં પોતાના બોયફ્રેન્ડ સાથેના કિસ્સાઓ શેર કરવા લાગતી. અનુષ્કાએ જણાવ્યું કે, કારગીલ યુદ્ધ(Kargil War) વખતે તેમના પિતા ડ્યુટી પર હતા. મે મારા બચપણ માજ મારી માતાને પિતાની ખુબજ ચિંતા કરતા જોયા છે. ટેન્શનમાં તે ટીવી પર સમાચાર જોયા કરતી, જ્યારે પણ આ યુદ્ધમાં કોઈના મૃત્યુના સમાચાર આવતા ત્યારે માતા ખૂબ જ ડરી જતી.

પપ્પા જ્યારે ફોન કરતા ત્યારે મા બહુ બોલી પણ ન શકતી. મારી માતાનું ધ્યાન ભટકાવવા માટે હું મારી શાળાની વાતો કરવા લગતી અને વાતાવરણને નોર્મલ બનાવવા માટે પ્રયત્નો કરતી અને મને એ વાતનું ખુબ ગર્વ છે કે, “હું એક આર્મી ઓફિસરની દીકરી છું.અને મને હંમેશા મારા પિતા આર્મી ઓફિસર હોવાનો ગર્વ રેહશે કે જેમને દેશની સેવા કરવા માટે પોતાની લાઈફ ખર્ચી નાખી.

બોલીવુડની એક પ્રખ્યાત અને દમદાર અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પિતા સાથેના સબંધો વ્યકત કરતા કહ્યું કે, મારા પિતા મારા માટે હંમેશા એક ખૂબ સારા મિત્ર હતા, તેના પિતાને પણ તેને જે વાત કહેતા હતા, તે બીજા કોઈને કહી શકતા ન હતા. અનુષ્કાએ ત્યારે આગળ કહ્યું કે હું એક્ટ્રેસ બનતા પહેલા આર્મી ઓફિસરની દીકરી છું. હું આનો ખૂબ જ ગર્વ અનુભવું છું.

અનુષ્કા શર્માએ પોતાની કારકિર્દી અને આગળની ફિલ્મ વિષે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે, તે ટૂંક સમયમાં આવનારી ફિલ્મ ચકડા એક્પ્રેસ્સના શુટીંગમાં હાલમાં વ્યસ્ત છે.જે એક બાયોપિક ફિલ્મ છે જેમાં અનુષ્કા ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવતી જોવા મળશે. ઝુલન ગોસ્વામી ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન છે જેના પર આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. અનુષ્કા પોતાની આ ફિલ્મના શૂટિંગની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હલ્દી અનુષ્કાએ તેની બોલિંગ પ્રેક્ટિસના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *