જેણે-જેણે આ ચમત્કારી વસ્તુનું પાણી પીધું છે તેની રાતોરાત ગાયબ થઇ ગઈ છે ચરબી, જાણો યોગ્ય રીત

આજકાલ મોટાભાગના લોકો પોતાના વધતા વજનને કારણે ચિંતિત રહે છે. દરેકના મનમાં બસ એક જ ઈચ્છા હોય છે કે, ગમે તેમ કરીને વજન ઓછું થઈ…

આજકાલ મોટાભાગના લોકો પોતાના વધતા વજનને કારણે ચિંતિત રહે છે. દરેકના મનમાં બસ એક જ ઈચ્છા હોય છે કે, ગમે તેમ કરીને વજન ઓછું થઈ જાય. જીમમાં ન જવું પડે અને પૈસા ખર્ચ કર્યા વગર વજન ઘટાડવાની ઈચ્છા હોય છે. આજે અમે તમને એક એવો નુસખો આપશું કે જેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે.

તમારા રસોડામાં રહેલું જીરું તમારું વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ થઇ શકે છે. આના માટે તમારે જીરાનું પાણી પીવું જોઈએ. જીરાનું પાણી બનાવવું ખુબ જ સરળ છે. જીરાના પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન તથા મિનરલ હોય છે. ડાયજેશન માટે આ ખુબ જ ફાયદાકારક છે. આ સાથે જ પાચનતંત્ર હેલ્થી રહે છે.

ઊલ્ટી, ઝાડા, મોર્નિંગ સિકનેસ, ગેસ તથા કબજિયાતમાં આ પાણીથી ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત જીરાનું પાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ તથા ગ્લુકોઝને તોડીને પચાવવામાં ઉપયોગી છે. જીરાના પાણીમાં આર્યન પણ સારી માત્રામાં રહેલું હોય છે. આર્યન હોવાથી ઈમ્યુન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે.

આટલું જ નહીં આ પાણીમાં વિટામિન A તથા C હોય છે. રોજ જીરાનું પાણી પીવાથી ઈમ્યુનિટી લેવલમાં વધારો થાય છે. વાસ્તવમાં જીરાના પાણીમાં એન્ટિ ઓક્સિડેન્ટ તત્વો રહેલા હોય છે, જે શરીરના ઝેરી પદાર્થો બહાર કાઢે છે.

જીરાને રાત્રે પાણીમાં પલાળીને સવારે આ પાણી પી જવું જોઈએ. આ પાણીથી લીવરમાં બાઈલ પ્રોડક્શન વધે છે અને ગેસની સમસ્યામાંથી રાહત મળે છે. આ ઉપરાંત એક ગ્લાસમાં પાણી લો અને તેમાં બે ચમચી જીરું નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. તેને ઠંડુ થાય પછી તરત જ પી જાઓ. આ પાણીથી વજન કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત ટેસ્ટ માટે તમે જીરાના પાણીમાં લીંબુનો રસ પણ નાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *