Apple કંપની પોતાના iPhone માં ખામી શોધનાર વ્યક્તિ ને 7 કરોડનું ઇનામ આપશે

મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન બનાવતી કંપની એપલે આખી દુનિયાના સાયબર રિસર્ચ કરનારા લોકોને પોતાના ફોનમાં ખામી કાઢવા બદલ ૭ કરોડનું ઈનામ જાહેર કર્યું છે.…

મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન બનાવતી કંપની એપલે આખી દુનિયાના સાયબર રિસર્ચ કરનારા લોકોને પોતાના ફોનમાં ખામી કાઢવા બદલ ૭ કરોડનું ઈનામ જાહેર કર્યું છે. કંપનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આવે, ખામી કાઢે અને તેના બદલે એક મિલિયન ડોલર એટલે કે લગભગ સાત કરોડ રૂપિયા અમારી પાસેથી લઈ જાય.

આ કોઈ પણ કંપની દ્વારા અત્યાર સુધીમાં આપવામાં આવેલ સૌથી મોટું નામ છે. તેઓ હેકર્સથી પોતાના ફોનને સુરક્ષિત કરવા માટે આ પ્રકારની ઓફરો આપે છે. એપલ એ આ ઓફર એવા સમયે જાહેર કરી છે જ્યારે સરકાર સાયબર સિક્યુરિટી ને લઈને ખૂબ જ ગંભીર છે. એપલ અન્ય કંપનીઓની જેમ જ એ લોકોને જે નામ આપશે કે જો પહેલેથી જ એપલ ની ખામી શોધી આપતા હતા.

ગુરુવારે અમેરિકાના લાસ વેગાસ શહેરમાં વાર્ષિક બ્લેકહેટ સિક્યુરિટી કોન્ફરન્સમાં કંપનીએ કહ્યું હતું કે આ ઓફર દરેક રિસર્ચસ ને લાગુ પડે છે. મેક સોફ્ટવેર અને અન્ય પ્રોજેક્ટમાં પણ મહત્વ અને કામે શોધનારાઓ ને પણ ઈનામ મળશે. આ પ્રકારની ઓફરને ‘બાઉન્ટિઝ’ કહેવામાં આવે છે.

એપલ આ પહેલા આવી ઓફરો પોતાના ફોન અને ગેજેટ્સમાં ફરિયાદો આવતા જાહેર કરી હતી. જાણકારી મુજબ લોકોના મોબાઈલ ફોન પાસેથી માહિતી મેળવવા બ્રોકર્સ હેકિંગ ટેકનિક ના ઉપયોગમાં ૧૪ કરોડ રૂપિયા ખર્ચે છે. આ ઉપરાંત એપલ પોતાના ગ્રાહકોને સુરક્ષા આપવા માટે અન્ય જરૂરી પગલા પણ લેવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *