કમિશનરના ફરમાન બાદ કર્મચારીઓએ પત્ર લખ્યો: સાહેબ, આવતી કાલે દાળવડા મગાવવા છે, પરવાનગી આપો ને!!!

Published on Trishul News at 12:01 PM, Mon, 9 October 2023

Last modified on October 9th, 2023 at 2:23 PM

Application of Ahmedabad Class 2 and 3 officers viral: આ તો ગજબ થઈ ગયું! હવે દાળવડા ખાવા માટે પણ લેખિતમાં અરજી કરવી પડશે. જી હા.. બિલકુલ! આ વાત એકદમ સાચી છે. આ અરજી માત્રને માત્ર દાળવડા મંગાવવા માટેની છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી ઘટક-3 ખાતે વર્ગ-2ના અધિકારીઓ અને વર્ગ-3ના કર્મચારીઓએ ભેગા મળીને કમિશ્નરને અરજી લખી દાળવડા મંગાવવાની પરમિશન માંગી હતી. અને આ અરજી જેવી તેવી નહિ પણ પુરેપરી અરજી કરવાના ફ્રોમુલા સાથે કરવામાં આવી હતી.

રાજ્યવેરા કમિશ્નર કચેરીમાં એક ફરમાન જાહેર કરવામાં આવ્યું કે, હવેથી ઓફિસમાં બહારથી નાસ્તો મંગાવવા માટે કમિશનરની પરમીશન લેવી પડશે. કમિશનરે ફરમાન જાહેર કરતા કહ્યું કે, બહારથી નાસ્તો મંગાવવા માટે મારી પરમીશન લેવી પડશે. જો કે કર્મચારીઓ પણ દોઢા નીકળ્યા અરજી લખી બહારથી દાળવડા મંગાવવાની પરમીશન માંગી હતી.

અમદાવાની સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરીમાં કમિશનરે આદેશ આપ્યો હતો કે, બહારથી નાસ્તો મંગાવવા માટે પરમીશન લેવી પડશે. ત્યારે કર્મચારીઓએ પણ આ આદેશનું પાલન કર્યું હતું. રાજ્યવેરા કમિશ્નર કચેરી કર્મચારીઓને દાળવડા ખાવાનું મન થયું, પણ સાહેબના આદેશ મુજબ કોઇપણ નાસ્તો બહારથી મંગાવવા માટે પરમીશન લેવી પડે. તેથી કમર્ચારીઓ ભેગા મળીને એક અરજી લખી. જેમાં વિષય લખ્યો ઓફિસમાં બહારથી નાસ્તો મંગાવવાની પરમીશન આપવા બાબત. અને ત્યાર બાદ અરજી લખી હતી. અને દાળવડા માટેની પરમીશન માંગી હતી.

કર્મચારીઓએ અરજીમાં લખ્યું કે, સાહેબશ્રી ઉપર્યુક્ત વિષય અન્વયે સવ્નીય જવાવાનું કે આજ રોજ તા. ૪/૧૦/૨૦૨૩ના રોજ આપશ્રીએ રાજ્યવેરા નિરીક્ષક(વહીવટ) શ્રી મનોજભાઈ બોરિયા તથા સીનીયર કારકુન શ્રી હર્ષદ ડી.સોલંકી તથા જુનિયર કારકુન શ્રી ધ્રુવ દેસાઈને તેઓશ્રીની ચેમ્બરમાં રૂબરૂ બીકાવી એવું કહેલ કે, ઓફીસમાં કોઈઓન નાસ્તો બહારથી મંગાવવો હશે તો મારી એટલે કે સહાયક રાજ્યવેરા કમિશ્નરશ્રી એ.સીભટ્ટની પરમીશન લેવી પડશે, જો એમ કરવામાં નહિ આવે તો તમામ સ્ટાફ વિરુદ્ધ પગલા લેવામાં આવશે.

આપશ્રીની ઉક્ત આપેલ મૌખિક સુચના અનુસાર, ૫/૧૦/૨૦૨૩ના રોજ બપોરે ૨/૦૦ કલાકે ઓફીસમાં દાળવડા મંગાવવાના હોઈ પરમીશન આપવા વિનંતી છે. જે આપશ્રી વિદિત થાય.આપના વિશ્વાસુ. આ અરજીપત્ર પર તમામ કર્મચારીઓની સહી કરાવવામાં આવી હતી. જેથી કે કમિશનર દાળવડા મંગાવવા માટે પરમીશન આપે. હાલ તો સોશિયલ મીડિયા પર આ અરજીપત્રની ભારે ચર્ચા થઇ રહી છે અને આ સાથે જ કમિશનરના આ આદેશ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો કર્મચારીઓના દોઢાપણની તારીફ પણ કરી રહ્યા છે.

Be the first to comment on "કમિશનરના ફરમાન બાદ કર્મચારીઓએ પત્ર લખ્યો: સાહેબ, આવતી કાલે દાળવડા મગાવવા છે, પરવાનગી આપો ને!!!"

Leave a comment

Your email address will not be published.


*