સમગ્ર ભારત દેશ માટે ગૌરવવંતી વાત: આંતરરાષ્ટ્રીય અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતીય જજની થઇ નિમણુક

આંતરરાષ્ટ્રીય અદાલત કે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ની પ્રાથમિક ન્યાયિક શાખા તરીકે માનવામાં આવે છે અને તેનું હેડક્વાર્ટર નેધરલેન્ડમાં સ્થિત છે. ત્યાંના મુખ્ય ન્યાયાધીશ તરીકે હવે…

આંતરરાષ્ટ્રીય અદાલત કે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ની પ્રાથમિક ન્યાયિક શાખા તરીકે માનવામાં આવે છે અને તેનું હેડક્વાર્ટર નેધરલેન્ડમાં સ્થિત છે. ત્યાંના મુખ્ય ન્યાયાધીશ તરીકે હવે એક ભારતીય જજને સ્થાન આપવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ભારત તરફથી ન્યાયાધીશ તરીકે દલવીર ભંડારી હતા. જો કે, છેલ્લા 71 વર્ષથી આ પદ પર ગ્રેટ બ્રિટેન તરીકે બિરાજમાન હતા.

ત્યારે હવે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ તરીકે આકરે સાત દાયકા બાદ કોઈ ભારતીય જજ આ પદ પર જોવા મળશે. હાલમાં ત્યાં ICJની ચૂંટણી થઈ હતી. તેમાં 193 માંથી 183 મત મેળવીને દલવીર ભંડારી મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ આગામી 9 વર્ષ સુધી તેઓ આ પદ પર કાયમી રહેશે.

દલવીર ભંડારી હાલમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ન્યાયાધીશ તરીકે છે. ભારતમાંથી 27 એપ્રિલ 2012માં આંતરરાષ્ટ્રીય અદાલતમાં તેઓ ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. નવેમ્બર 2017માં તેઓ બીજી વખત પણ આ પદ માટે ચૂંટાયા હતા.

જસ્ટિસ દલવીર ભંડારી વર્ષ  2005માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. દલવીર ભંડારી વકીલોની પ્રથમ હરોળમાં આવે છે. તેમના પિતા મહાવીરચંદ ભંડારી અને દાદા બી.સી.ભંડારી, આ બંને રાજસ્થાન બારના સભ્ય પણ હતા. તેમણે જોધપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી વર્ષ 1968થી 1970 સુધી રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

અમે તમને જણાવી દઈએ કે, જસ્ટિસ ભંડારીને જાન્યુઆરી વર્ષ 2012માં ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સત્તાવાર રીતે નામાંકિત કરવામાં આવ્યા હતા. ખાલી પડેલા પદ પર ચૂંટણી થઈ અને 27 એપ્રિલ 2012ના રોજ તેમને ખુબ જ સારા મત મળ્યા હતા. બાદમાં 2017માં યુકેના ઉમેદવારે નામાંકન પાછુ ખેંચતા બીજી ટર્મ માટે પણ તેમની જ પસંદગી થઈ અને તેઓ ફરી એક વાર ચૂંટાઈ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ દલવીર ભંડારીને અનેક પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. વર્ષ 2014માં રાષ્ટ્રપતિ દ્વારા તેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી દ્વારા 2016માં તેમને ડોક્ટર ઓપ લેટર્સની ડિગ્રી પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *