સાયરા ગામની નીલાંશી પટેલને મળ્યું ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, રાજ્યની સાથે-સાથે દેશનું ગૌરવ વધાર્યું

Published on Trishul News at 7:37 AM, Thu, 20 December 2018

Last modified on December 20th, 2018 at 7:37 AM

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નીલાંશી પટેલે રાજ્યની સાથે સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. નીલાંશી ધોરણ-11માં અભ્યાસ કરે છે. નીલાંશીએ તેના લાંબા વાળને કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

5.7 ફૂટ લાંબા વાળ બદલ નીલાંશીને ગિનિસ બુકનું સર્ટિફિકેટ મળ્યું છે. ઈટાલીના રોમ ખાતે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરીનું સર્ટિફિકેટ ગિનિસ બુકના જજે નીલાંશીને આપ્યું હતું.

નીલાંશીએ છ વર્ષની ઉંમરથી પોતાના વાળ વધારવાની શરૂઆત કરી હતી. હાલ તેની ઉંમર 16 વર્ષની છે.

છ વર્ષની ઉંમરે વાળ કપાવતી વખતે વાળ ખરાબ થઈ જતાં નીલાંશીએ ભવિષ્યમાં ક્યારેય વાળ નહીં કપાવવાનો નિર્ણય લીધો હતો. છ વર્ષની ઉંમરે વાળ ખરાબ થઈ જતાં નીલાંશી ખૂબ રડી હતી.

નીલાંશી અઠવાડિયામાં એક વખત તેના વાળને વોશ કરે છે. વોશ કર્યા બાદ વાળને સુકાવવા માટે અડધો કલાક અને તેને કોમ્બ કરવા માટે એક કલાક લાગે છે.

બહાર જતી વખતે તેમજ ટેબલ ટેનિસ રમતી વખતે નીલાંશી તેના વાળને બાંધીને રાખે છે.

વાળ ધોવા માટે તેમજ તેને કોમ્બ કરવા માટે નીલાંશીની માતા તેને મદદ કરે છે. નીલાંશીની માતાની પ્રેરણાથી જ તે વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી શકી છે.

નીલાંશી કહે છે કે મોટા વાળને કારણે તેને ક્યારેય કોઈ મુશ્કેલી નથી પડી. તેના લાંબા વાળ તેના માટે ખૂબ જ ભાગ્યશાળી છે.

નીલાંશી કહે છે કે તેના મિત્રો તેને એન્જલ કહે છે. તેને તેના વાળ પર ગર્વ છે. વર્લ્ડ રેકોર્ડ જીતવાને કારણે તે ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત છે.

રેકોર્ડ જીતવાની સાથે નીલાંશીએ યુવતીઓ અને મહિલાઓને એક સંદેશ આપ્યો હતો કે, તેમના વાળ તેમની શોભા છે, સમસ્યા નહીં.

નીલાંશી કહે છે કે હું વાળ વધારવાનું ચાલુ જ રાખીશ. મેં વાળ કપાવવા અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી

Be the first to comment on "સાયરા ગામની નીલાંશી પટેલને મળ્યું ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, રાજ્યની સાથે-સાથે દેશનું ગૌરવ વધાર્યું"

Leave a comment

Your email address will not be published.


*