વાહન ચાલકો પાસે વર્દીનો રોફ જમાવી ઉઘરાણી કરતો ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ, ક્લિક કરી જુવો વીડિયો

અવાર-નવાર ટ્રાફિક પોલીસના ઉઘરાણીના વીડિયો વાયરલ થતા રહે છે એવામાં સાબરકાંઠામાં ટ્રાફિક પોલીસ પણ ઉઘરાણી કરીને ચર્ચામાં આવી છે. અહીં વાહન ચાલકો પાસેથી પોલીસકર્મીઓ વર્દીનો…

અવાર-નવાર ટ્રાફિક પોલીસના ઉઘરાણીના વીડિયો વાયરલ થતા રહે છે એવામાં સાબરકાંઠામાં ટ્રાફિક પોલીસ પણ ઉઘરાણી કરીને ચર્ચામાં આવી છે.

અહીં વાહન ચાલકો પાસેથી પોલીસકર્મીઓ વર્દીનો રોફ જમાવી ઉઘરાણી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયો ક્યારનો છે તે હાલ બહાર આવ્યું નથી પરંતુ ફરી પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

શું છે Videoમાં ? વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક હાઇવે પર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા વાહનોને રોકવામાં આવી રહ્યાં છે. જેમાંથી એક વાહન ચાલક ઉતરીને પોતાના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરતો કરતો પોલીસ ઓફિસર પાસે જાય છે.

આ પોલીસ ઓફિસર બાઇક પર ડબલ સ્ટેન્ડ લગાવી બેઠો છે, જે પોલીસ વર્દીમાં છે, ત્યારબાદ રેકોર્ડિંગ કરી રહેલા વાહન ચાલકે એક વ્યક્તિને 100 રૂપિયાની નોટ એક પીળા કલરના શર્ટ પહેરી ઉભેલા વ્યક્તિને પકડાવી, ત્યારબાદ આ વ્યક્તિએ બાઇક પર બેઠેલા પોલીસ ઓફિસરને 100 રૂપિયા આપી દીધા.

જુવો વીડિયો :

પ્રાપ્ત વિગત પ્રમાણે આ વીડિયો સાબરકાંઠાના વડાલી નજીક એક હાઇવે પરનો છે. બીજી બાજુ વીડિયોમાં ટ્રાફિસ ઓફિસરો ઉઘરાણી કરી રહ્યાં છે તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, જો કે આ અંગે હાલ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *