મોત મળ્યું પરંતુ પાકા રસ્તા તો’ મળ્યા જ નહિ! ગતિશીલ ગુજરાતમાં મર્યા પછી પણ સરખા અંતિમસંસ્કાર પણ નસીબમાં નથી

આમ તો ગુજરાત (Gujarat)ને વિકાસશીલ રાજ્ય ગણવામાં આવે છે. પરંતુ ઘણી વાર વિકાસના માથે ગાબડાં હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હાલ આવી…

આમ તો ગુજરાત (Gujarat)ને વિકાસશીલ રાજ્ય ગણવામાં આવે છે. પરંતુ ઘણી વાર વિકાસના માથે ગાબડાં હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. અરવલ્લી(Aravalli) જિલ્લાના મોડાસા(Modasa) તાલુકાના અમલાઈ(Amlai) ગામમાં 105 વર્ષના વૃદ્ધનું અવસાન થતાં તેમની અંતિમયાત્રા પાકા રસ્તાના અભાવે ગ્રામજનોને એકથી બે ફૂટના કાદવમાં ખૂંપીને લઈ જવાનો વારો આવ્યો હતો.

આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, આઝાદી પછી આ ગામમાં ક્યારેય પાકા રસ્તાની સુવિધા મળી નથી, જેના પગલે ચોમાસામાં ગ્રામજનો કાચા અને કાદવ કીચડવાળા રસ્તાને લઈને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યારે નનામીને કાદવમાં ખૂંપીને કાઢવામાં આવી ત્યારે વિકાસનાં દયનીય દૃશ્યો સામે આવ્યાં હતાં.

રસ્તા તો ઠીક, સ્મશાનની પણ સુવિધા નહિ:
શતાયુ વટાવી ચૂકેલા મૃતક વૃદ્ધને જીવતા તો રસ્તો ના મળ્યો, પરંતુ મર્યા પછી પણ અંતિમ વાટે પણ કાદવ-કીચડવાળા રસ્તે અંતિમયાત્રા યાત્રા નીકળી હતી. આટલું જ નહિ, આ ગામમાં સ્મશાનની સુવિધા પણ ન મળવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગુજરાતના અમુક ગામોમાં પાયાની સુવિધા પણ ના મળી શકે ત્યારે ખરેખર ગુજરાતને ગતિશીલ કહી શકાય?

વિકાસના દયનીય દૃશ્યો સામે આવ્યાં:
વિકાસશીલ ગણાતા ગુજરાતમાં ઠેર ઠેર પાકા રસ્તાની સુવિધાની વાતો થઈ રહી છે, પણ હજુ ઘણાં ગામડાં એવાં છે, જ્યાં આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ પાકો રસ્તો મળ્યો નથી, તેમજ આજે પણ ત્યાંના લોકોને કાદવ-કીચડવાળા રસ્તે પસાર થવું પડે છે.

મોડાસા તાલુકાના અમલાઈ ગામે વૃદ્ધને જીવતા તો સારો માર્ગ નથી મળ્યો, પરંતુ મર્યા પછી પણ પાકો રસ્તો નથી. આટલું જ નહિ, અગ્નિસંસ્કાર કરવાની સુવિધાવાળું સ્મશાન પણ નસીબમાં નથી. અંતિમયાત્રામાં અનેક કષ્ટો વેઠીને ડાઘુઓ સ્મશાને પહોંચ્યા હતા અને જો એના પછી પણ સ્મશાનની સગડી નસીબ ન થાય ત્યારે સાચે જ જોનારાની આંખમાં આંસુ આવી જાય. ત્યારે સવાલ થાય કે શું ખરેખર ગુજરાતને ગતિશીલ કહી શકાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *