શું મુસાફરી દરમ્યાન થઇ રહી છે તમને ઉલ્ટી? જાણો તેનાથી બચવાના ઉપાય

Published on: 3:17 pm, Sun, 25 July 21

બસ કે ગાડીમાં જતા સમયે મુસાફરી દરમિયાન જીવ ગભરાવો અને ઉલટી થવી સામાન્ય વાત છે. ઘણા લોકોને એવું થતું હોય છે. એ લોકોને આવું શા માટે થતું હોય છે તેના ઉપાય શું છે તે તમે અહીં જાણી શકો છો. જોકે આ ઉપાય કરવાથી સો ટકા રાહત ન મળે પરંતુ ઘણી રાહત મળી રહેશે અને આ ઉપાયથી તેમને ઉલટીઓ ના પણ થાય.

મુસાફરી દરમ્યાન ઊલટીઓ થવી એ ખુબ જ કષ્ટકારી હોય છે પરંતુ ઈશ્વરે આપણને આ પ્રકારના બનાવ્યા છે તો આપણે અમુક વસ્તુઓનો સામનો કરવો પડી શકે છે. ઋતુ બદલવાના કારણે પણ આવું થાય છે.

જ્યારે આપણે વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે આપણે કોઈ ક્રિયા નથી કરી રહ્યા હોતા પરંતુ ગાડી ચાલી રહી હોય છે અને અચાનક ચાલતી બસે, બમ્પર આવવાથી, બસ વારંવાર ઉભી રહેવાથી મગજ સારી રીતે કામ નથી કરી શકતો. આ પરિસ્થિતિને જ મોસમ સિકનેસ કહે છે.

જાણો તેનાથી બચવાના ઉપાયો

1.બારી પાસે બેસવાથી આ બીમારી ઓછી સર્જાય છે.
2.જ્યારે મુસાફરી કરવાની હોય ત્યારે ખોરાક ઓછો ખાવો.

3.છાપુ કે મોબાઇલમાં વાંચવાનું ટાળો.
4.વાહન જે દિશામાં જતું હોય તેની વિપરીત દિશામાં ન બેસવું.
5.લીંબુ સૂંઘવાથી પણ લાભ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.