આર્મી ભરતી સંરક્ષણની તાલીમ અપાશે, ટ્રેનિંગ લેનારને ૩૦૦૦ રૂપિયા સ્ટાઇપેન્ડ પણ અપાશે- વાંચો વધુ

ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરી, સુરત વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રોજગાર ઇચ્છતા યુવાનો માટે એક માસની સ્વામી વિવેકાનંદ પૂર્વ આર્મી…

ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરી, સુરત વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રોજગાર ઇચ્છતા યુવાનો માટે એક માસની સ્વામી વિવેકાનંદ પૂર્વ આર્મી ભરતી સરક્ષણ તાલીમ આપવામાં આવશે. સુરત ખાતે અને બીએસએફ પૂર્વ શિક્ષણ તાલીમ દાતીવાડા, ગાંધીનગર ખાતે વિનામૂલ્યે આયોજન કરવામાં આવશે. સદર આયોજન ભારત સરકારના નિયમ અનુસાર કરવામાં આવતી હોય છે. આ ટ્રેનિંગ લેવા માટે શું આવશ્યકતા વહેલી હોય છે તે અહીં  જાણી શકશો.

આ પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોને રૂપિયા 3000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ તાલીમ 17.5 વર્ષથી 23 વર્ષની ઉંમર સુધીના યુવાનો લઇ શકશે. નોંધનીય છે કેm આ તાલીમ સુરત જિલ્લાના યુવાનો લઈ શકશે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રમાણેના આયોજનો થઇ રહ્યા છે, જેની જાણકારી જે-તે જિલ્લાના બહુમાળી ભવનમાં મળી શકશે. સુરત જિલ્લાના યુવાનો સુરતના બે કેન્દ્રો પરથી આ ભરતી તાલીમ માં ભાગ લેવા ના ફોર્મ મેળવી શકશે. આ ફોર્મ વિનામૂલ્યે પ્રાપ્ત થશે.

સુરત જિલ્લાના યુવાનો મદદનીશ નિયામક રોજગાર કચેરી, c-block, પાંચમો માળ બહુમાળી બિલ્ડીંગ, નાનપુરા, સુરત અને મોડેલ કેરિયર સેન્ટર. આઈ.ટી.આઈ કેમ્પસ. મજુરાગેટ. સુરત ખાતેથી કચેરીના સમય દરમ્યાન વિનામૂલ્યે ફોર્મ મેળવી જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ સાથે રાખી તારીખ 20 મે 2019 સુધી જમા કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *