બોમ અને દારૂગોળો ભરેલી માલગાડી પલટી, સેનાએ સમગ્ર વિસ્તારને કબજામાં લીધો

ભારતીય સેનાની એક ટ્રેન, જેમાં બોમ, બારૂદ, ટેન્ક, સેના ની ગાડીઓ જ રહી હતી તે પલટી ગઈ. ત્યારબાદ સેનાએ સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો.…

ભારતીય સેનાની એક ટ્રેન, જેમાં બોમ, બારૂદ, ટેન્ક, સેના ની ગાડીઓ જ રહી હતી તે પલટી ગઈ. ત્યારબાદ સેનાએ સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો. આ ઘટના છે સોમવાર સવારના પાંચ વાગ્યાની. આ ઘટનાથી ટ્રેનોની અવરજવર તો ન રોકાય પરંતુ સમગ્ર વિસ્તારને સેનાની છાવણીમાં બદલી નાખ્યો.

બન્યું એવું કે જે સેનાની ટ્રેન જેમાં બોમ, ગોળા, બારુદ, ટેન્ક અને અન્ય સેનાની ગાડીઓ જઈ રહી હતી, તે લાતેહાર જિલ્લાના ટોરી રેલવે સ્ટેશન પાસે પલટી ગઈ.સેનાએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ત્યાં લોકોને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી.

સુરક્ષાને ધ્યાનમાં લેતા રેલવે કર્મચારીઓ સિવાયના તમામ વ્યક્તિઓને ટ્રેન પાસે જવાની પરવાનગી આપવામાં આવી નથી. આ ટ્રેન રાંચીથી નીકળી હતી. આ ટ્રેન પર સૈન્ય હથિયાર, ટ્રક અને ટેન્કર લદાયેલા હતા.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના ટોરી રેલવે સ્ટેશન પાસે ટ્રેક બદલતા સમયે થઇ. આ ઘટનામાં કોઈ કોઈનું પણ મૃત્યુ કે ઘાયલ થયા નથી. રેલવે કર્મચારીઓએ પાટા પરથી ઊતરી ગયેલી ટ્રેનને સીધી કરી દીધી છે.

મિલેટ્રી સ્પેશિયલ ટ્રેન પાટો બદલતી વખતે પાટા પરથી ઉતરી ગઈ.દક્ષિણ પૂર્વ રેલવે લાઈનથી પૂર્વ મધ્ય રેલવે લાઈનમાં પાટો બદલતી વખતે આ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ. દુર્ઘટના સ્થળે મિલેટ્રી સ્પેશિયલ ટ્રેન નંબર 8206896042 ત્યારે રોકાય જ્યારે તેનું આગળનું પૈડું બે જોઈન્ટ વચ્ચે સંપૂર્ણ રીતે ફસાઈ ગયું.

પાટો બદલતી વખતે ટ્રેનની ઝડપ ધીમી હતી, જો ટ્રેનની ઝડપ વધારે હોત તો મોટી દુર્ઘટના બની હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *