શાકોત્સવથી પરત ફરી રહેલ સાંખ્યયોગી બહેનોને નડ્યો ગોઝારો અકસ્માત- 3ના કમકમાટીભર્યા મોત

Published on: 4:32 pm, Thu, 9 December 21

ગુજરાત(Gujarat): ભુજ(Bhuj)ના માનકૂવા ગામ નજીક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે થયેલ જોરદાર ટક્કર(car accident)માં 3 મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલ મહિલાઓમાં બે સાંખ્યયોગિનીનો પણ સમાવેશ થાય છે. કારમાં કુલ ચાર મહિલાઓ સવાર હતી, જેમાં એક મહિલા કાર ચલાવી રહી હતી. તમામ સાંખ્યયોગિની મહિલાઓ કથા પ્રસંગે ભક્તજનો સાથે હતી, ત્યારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, કચ્છના સુખપર ગામે સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન ભારાસર ગામની સાંખ્યયોગી અને સત્સંગી મહિલાઓ આ શાકોત્સવમાં હાજરી આપવા માટે ગયા હતા. ભારાસર ગામના સાંખ્યયોગી પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી (ઉ.વ. 45) અને સત્સંગી મહિલાઓ શિલુબેન ચંદેશભાઈ વરસાણી (ઉ.વ. 25), સવિતાબેન કીર્તિભાઈ હિરાણી (ઉ.વ. 45) અને રસીલાબેન(ઉ.વ. 50) સ્કોર્પિયો કાર લઈને શાકોત્સવ માટે ગયા હતા. ત્યારે શાકોત્સવથી પરત ફરતી વખતે માનકુવા ગામથી ભુજ તરફ આવતા માર્ગ પર સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કોર્પિયો કારના કુરચે કુરચા બોલી ગયા હતા. તો બીજી બાજુ, ટ્રક પણ ડિવાઈડરથી બીજી તરફ નીચે ઉતરી ગયો હતો. જીવલેણ અકસ્માતમાં કુલ ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. ગંભીર અકસ્માતમાં પ્રેમીલાબેન, સવિતાબેન અને શિલુબેનનું મોત થયું છે. તો ગાડી ચલાવનાર રસીલાબેનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ મહિલાઓના મોત થવાથી પટેલ ચોવીસીના ગામો તેમજ સ્વામિનારાયણના સત્સંગીઓ અને અનુયાયીઓમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati bhuj, car accident, gujarat, ગુજરાત