ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

અયોધ્યામાં આરતી ઉતાર્યા બાદ PM મોદીએ આરતીની થાળીમાં મૂક્યાં હતાં આટલાં રૂપિયા- જાણો અહીં

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આજનાં દિવસ માટે તો સૌની માટે ખુશીનાં સમાચાર એ છે, કે આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિરનું ભૂમિપૂજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. PM નરેન્દ્ર મોદીનાં હસ્તે શ્રીરામનાં મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. PM નરેન્દ્ર   મોદી આજની સવારે 11.30 વાગ્યે અયોધ્યામાં પહોંચી પણ ચુક્યા હતાં. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત પણ 12.44 વાગે રાખવામાં આવ્યું હતું. PM મોદી અયોધ્યા પહોચ્યા બાદ સૌપ્રથમ હનુમાનગઢી આવીને હનુમાનજીનાં દર્શન કરીને આરતી પણ ઉતારી હતી.

આરતી ઉતાર્યા બાદ પણ તેમણે આરતીની થાળીમાં કુલ 500 રૂપિયા પણ મૂક્યા હતા. હનુમાનગઢી એ હનુમાનજીનાં દર્શન તેમજ આશીર્વાદ લીધા બાદ PM નરેન્દ્ર મોદીએ મંદિરની પ્રદક્ષિણા કરતાં પણ જોવાં મળ્યાં હતાં. હવે PM નરેન્દ્ર મોદી શ્રીરામ જન્મભૂમિ સ્થળ પર પહોંચીને શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

હનુમાનગઢી પહોંચેલ PM નરેન્દ્ર મોદીએ ત્યાં પૂજા-અર્ચના પણ કરી હતી. આની સાથે જ તેઓએ હનુમાનદાદાની આરતી પણ ઉતારી હતી તેમજ એમણે શીશ પણ ઝૂકાવ્યું હતું. PM મોદી એ પૂજા કરી ત્યારપછી હનુમાનગઢી મંદિરનાં પુજારીએ PM મોદીને મુકુટ પણ પહેરાવ્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ પણ કર્યા હતા તથા ત્યારપછી તેઓની પૂજા – અર્ચના પણ કરી હતી. આની ઉપરાંત પારીજાતનો છોડ પણ PM નરેન્દ્ર મોદી દ્વારા રોપવામાં આવ્યો હતો.શ્રીરામ જન્મભૂમિ પર ભૂમિપૂજનનાં કાર્યક્રમની પણ શરૂઆત થઈ ચુકી હતી.

શાસ્ત્રોક્ત વિધિ મુજબ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ તો શ્રીગણેશજીની પૂજા કરવામાં આવી હતી. સંસ્કૃતમાં જ મંત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. ત્યારે આજથી જ શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્યની પણ શરૂઆત થઈ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP