દિલ્લીમાં અરવિંદ કેજરીવાલે ચુંટણી જીત્યા બાદ તરત જ આપી આ 10 સુવિધાઓ ફ્રીમાં, જાણો વિગતે

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે એક એવી યોજના લોંચ કરી છે કે જે પુરા વિશ્વમાં પહેલી વખત લોંચ થઇ રહી હોવાનો દાવો થઇ રહ્યો છે. આ…

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે એક એવી યોજના લોંચ કરી છે કે જે પુરા વિશ્વમાં પહેલી વખત લોંચ થઇ રહી હોવાનો દાવો થઇ રહ્યો છે. આ યોજના અંતર્ગત હવેથી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર રાજ્યમાં જનતાને સામે ચાલીને ગેરંટી કાર્ડના 10 કાર્ય યોજના શરૂ કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકાર કામકાજ સંભાળવાની સાથે જ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ફોકસ ચૂંટણી દરમિયાન જાહેર કરેલા ગેરંટી કાર્ડ પર છે. આ બાબતે તેમણે બુધવારે બેઠક બોલાવી છે. જેમાં તેમણે ગેરંટી કાર્ડના 10 કાર્ય યોજના પર ચર્ચા કરશે. જેમાં તેમનું ફોકસ વિદ્યાર્થીઓને બસની મફત મુસાફરી, 24 કલાક પાણી, યમુના નદીની સફાઈ અને મોહલ્લા માર્શલની નિયુક્તી પર રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આજે 10 કોમોનું ગેરંટી વાળુ કાર્ડ જાહેર કર્યું છે. ગેરન્ટી કાર્ડ જાહેર કરતા કેજરીવાલે કહ્યું કે, આ ગેરંટી કાર્ડ ચૂંટણી ઢંઢેરો નથી. અમે ચૂંટણી ઢંઢેરો 10 દિવસ બાદ જાહેર કરીશું. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા 10 યોજનાઓ/ નવા વાયદાઓની ગેરન્ટી આપી રહ્યાં છે. સાથે કેજરીવાલે કહ્યું કે કોઈ પણ યોજના બંધ થશે નહીં.

દિલ્હીમાં કેજરીવાલે ચૂંટણી દરમિયાન ગેરંટી કાર્ડમાં 10 યોજનાઓ રજૂ કરી હતી. તેમાં કોઈ પણ છેડછાડ કર્યાં વગર જ તેમણે 3 નવા કામને પણ જોડી લીધા. કેજરીવાલે વિદ્યાર્થીઓને બસની મફત મુસાફરી, 24 કલાક પાણી, યમુના નદીની સફાઈ  અને મોહલ્લા માર્શલની નિયુક્તી પર ફોકસ કરવાની સાથે દિલ્હીને ગંદકી મુક્ત કરવા પણ કામ કરશે. કેજરીવાલે અધિકારીઓને ગેરંટી કાર્ડના મુદ્દાઓ પર અમલ કરવા આદેશ આપી દીધા છે. જ્યારે પહેલાથી ચાલતી યોજનાઓ યથાવત રાખી છે.

કેજરીવાલના ગેરંટી કાર્ડમાં 24 કલાક સુધી વિજળી, 200 યૂનિટ ફ્રી વીજળીની યોજના ચાલુ રહેશે. દરેક ઘરમાં નળથી પાણી પહોંચશે અને 24 કલાક શુદ્ધ પીવાના પાણીની સુવિધા. દિલ્હીમાંથી વીજ વાયરો દૂર કરવા. 20 હજાર લીટર પાણી નિશુલ્ક આપવા. દિલ્હીના તમામ બાળકને સારી શિક્ષણ વ્યવસ્થાની ગેરંટી પણ આપવામાં આવશે. દરેક પરિવારને આધનિક હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક દ્વારા સારવારની સુવિધા આપવામાં આવશે.

સૌથી મોટી અને સસ્તી શહેરી સરકારી પરિવહન સુવિધા ઉભી કરાશે. 11 હજારથી વધુ બસો અને 500 કિમીથી વધુનું મેટ્રો નેટવર્ક હશે તેવી ગેરંટી આપવામાં આવી છે, મહિલા અને વિદ્યાર્થીઓે મફત બસ યાત્રાની સુવિધા. પ્રદુષ મુક્ત દિલ્હી, સ્વચ્છ અને ઝગમગાતી દિલ્હી, મહિલાઓ માટે સુરક્ષા, મૂળભૂત સુવિધાઓ યુક્ત કોલોનિની ગેરંટી આપવામાં આવી છે.

દિલ્હીવાસીઓને આપવામાં આવી 10 ગેરંટી અને નવા મોટા કામ

વિશ્વસ્તરે પ્રવાસન વ્યવસ્થાનું નિર્માણ, વિદ્યાર્થીઓને મફત પ્રવાસની જોગવાઈ

મહિલા સુરક્ષા સર્વોપરિ, દરેક જગ્યાએ મોહલ્લા માર્શલ ફરજ બજાવશે

સ્વચ્છ તથા અવિરલ હશે યમુનાના પ્રવાહો

24 કલાક સાફ પાણી આપશે, 20 હજાર લીટર મુફત પાણી મળતું રહશે

કરીયાણાની ઘેર ઘેર ડિલીવરી યોજનાનો પ્રસ્તાવ આવી શકે છે 

કેબિનેટની પેલી બેઠક કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ખાદ્ય પુરવઠા વિભાગ તરફથી કરિયાણાની ડોર સ્ટેપ ડિલીવરી યોજના સાથે જોડાયેલો પ્રસ્તાવ આવી શકે છે. કેમ કે ખાધ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ઈમરાન હુસેન આને જલ્દીથી લાગુ કરવા માંગે છે. આ કેજરીવાલની મહત્વકાંક્ષી યોજના રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *