ગુજરાત હાઈકોર્ટને મળી નવા ચીફ જસ્ટિસની અણમોલ ભેટ- જાણો કોની થઈ નિમણુક, શપથ લઈને સંભાળ્યો પદભાર

Published on: 12:30 pm, Wed, 13 October 21

ગુજરાત (Gujarat) હાઈકોર્ટ (High Court) ના નવા ચીફ જસ્ટિસ (The new Chief Justice) તરીકે અરવિંદ કુમાર (Arvind Kumar) ની નિમણૂંક થઈ છે ત્યારે આજે 11 વાગે ચીફ જસ્ટિસનો ઓનલાઈન શપથવિધિ સમારોહ (Swearing-in ceremony) યોજાયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) 8 રાજ્યોમાં હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંકને મંજૂરી આપી હતી.

ગુજરાત HCના ચીફ જસ્ટિસ પદે અરવિંદ કુમારની નિમણૂક:
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસની ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂંક કરાઈ છે. જયારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે પ્રકાશ શ્રીવાસ્તવની કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક થઈ છે. આની સાથે જ મેઘાલયમાં જજ રંજીત વી મોરેને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.

કર્ણાટકમાં જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માને તેલંગાણા હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બનાવાયા છે. જયારે હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટીસ આરવી માલીમથને મધ્ય પ્રદેશના હાઈકોર્ટ ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રિતૂ રાજ અવસ્થીને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.

ચીફ જસ્ટિસનો ઓનલાઈન શપથવિધિ સમારોહ:
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987માં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી, તેમની ગુજરાત હાઈકોર્ટમાં પસંદગી પહેલા તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ એમઆર શાહ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા પણ હવે ગુજરાત હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળ્યા છે.

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ જજ અરવિંદ કુમાર બન્યા છે એમની વાત કરીએ તો જસ્ટિસ અરવિંદ કુમારનો જન્મ 14 જુલાઇ 1962માં થયો હતો. તેઓ કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા તેમજ વર્ષ 1987માં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

શરૂઆતમાં સિવિલ, મેજિસ્ટ્રેટ, અપીલ ટ્રિબ્યુનલમાં 4 વર્ષ ફરજ બજાવી ચુક્યા છે. આની સાથે જ જસ્ટિસ અરવિંદ કુમારે હાઇકોર્ટમાં વકીલાત કરી છે, ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર વર્ષ 1999માં કર્ણાટક HCમાં કેંદ્રના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂંક થયા હતા. બાદમાં વર્ષ 2005માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂંક થઈ હતી.

જયારે વર્ષ 2009થી કર્ણાટક હાઇકોર્ટમાં ન્યાયાધીશ રહ્યાં તથા 26 જૂન વર્ષ 2009માં કર્ણાટક HCમાં વધારાના જજ તરીકે નિમણૂંક થયા હતા. આની સાથે જ 7 ડિસેમ્બર વર્ષ 2012ના કર્ણાટક HCના સ્થાયી જજ બન્યા હતા જયારે આજે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.