પેટ્રોલ મોંઘુ થતા સુરતમાં જુવાનીયાઓ મોજશોખ પુરા કરવા ચડ્યા ચોરીના રસ્તે- જુઓ કેવી રીતે બુલેટની ટાંકી કરી ગયા ખાલી

સુરતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલ મોંઘુ થતા…

સુરતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલ મોંઘુ થતા જુવાનીયાઓ મોજશોખ પુરા કરવા પેટ્રોલની ચોરી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ પ સામે આવી રહ્યા છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનના રામ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા હતાં. સોસાયટીના રહીશો પેટ્રોલ ચોરીથી પરેશાન થઇ ગયા હતાં. આખરે CCTVની મદદથી સોસાયટીના રહીશોએ ચોરને ઝડપી લઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ હાથ હળવો કર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોજશોખ પૂરો કરવા ચોરી કરતા
પેટ્રોલની ચોરી કરતા સમયે ત્યાં આસપાસના લોકોએ યુવકોને રંગેહાથ ઝડપી પડ્યા હતા. લોકો દ્વારા પૂછવામાં આવતા જણાવ્યું કે, પોતાનો શોખ પૂરો કરવા માટે પેટ્રોલની ચોરી કરતા હતા. સ્થાનિક લોકોએ CCTV ગોઠવીને ચોરને ઝડપી પાડી માર મારીને પોલીસને સોંપી દીધો હતો. કુલ કુલ પાંચ લોકો પેટ્રોલ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિક લોકોએ પેટ્રોલ ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા છે. અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા છે. CCTVમાં પેટ્રોલ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પોતાની જ સોસાયટીના કેટલાક લોકો બહારથી પેટ્રોલ ચોરી કરતા યુવકોને બોલાવીને પેટ્રોલ ચોરી કરાવતા હોવાનો જાણવા મળતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઝડપાયેલા બે ઇસમોને માર મારીને સોસાયટીના કયા લોકો તેમને પેટ્રોલ ચોરી કરવા માટે બોલાવતા હતાં. તે અંગે વારંવાર પૂછ્યું હતું. ચોરી કરતા ઝડપાયેલા બે ઇસમોને માર મારી અન્ય લોકો વિશે પણ પૂછપરછ કરીને પોલીસને સોંપી દીધા હતાં. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *