જુઓ વિડિયો: વિજય સુવાડાએ ભાજપ જોઈન કર્યું અને ભરાઈ ગઈ હવા, પોલીસકર્મીને આપી દીધી ખુલ્લી ધમકી…

Published on: 11:12 pm, Fri, 5 August 22

સત્તાના નશામાં વ્યક્તિ શું કરી બેસે છે તેનો ખુદને પણ અંદાજ રહેતો નથી. હાલ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ક્યારેય આપ નહીં છોડુ કહેનારા વિજય સુવાડાએ કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપમાં જોડાતા જ સમયના કાંટાની જેમ ફરતા વિજય સુવાળાનો પાવર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોતાની ફરજ નિભાવતા પોલીસકર્મી અને વિજય સુવાડાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મળતી માહિતી અનુસાર, વિજય સુવાડાની કારને પોલીસ કોન્સ્ટેબલે ઉભી રખાવી હતી. પોલીસ કોન્સ્ટેબલે ગાડી અટકાવતા જ વિજય સુવાડા પોલીસ પર લાલ ગુમ થઈ ગયા હતા. આટલું જ નહીં પાવર એ સીમાંએ હતો કે પોલીસ કોન્સ્ટેબલને ધમકી પણ આપી હતી કે, તારી બદલી ડાંગમાં કરાવી દઈશ. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક સમય હતો કે જ્યારે વિજય સુવાડા આમ આદમી પાર્ટીમાં રહીને લોકોના હકની વાતો કરતા હતા અને હાલનો વિડીયો જોતા લાગી રહ્યું છે કે ભાજપમાં આવતા જ વિજય સુવાડાના તેવર વધી ગયા છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી વિજય સુવાડા તેનો પાવર બતાવી રહ્યા છે.

નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ સાથે અસભ્યતા ભરી વાતો કરી વિજય સુવાડા એ સાબિત કર્યું છે કે, ભાજપમાં આવતા જ તેનો પાવર ચરમશીમાએ પહોંચી ગયો છે. કાયદાનું પાલન કરાવતા પોલીસ સાથે કેવું વર્તન કરવું જોઈએ તેની જાણ પણ રહી નથી.

વાયરલ વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, પોલીસ કર્મી વિજય સુવાળાને કહી રહ્યા છે કે ડાંગમાં બદલી કરાવી દઈશ તેનો શું મતલબ? વિડીયો ઉતરી રહ્યો છે ખબર પડતા જ વિજય સુવાળા માથાકૂટ શાંત પાડી ગાડી લઈને નીકળી જાય છે. વીડિયોમાં વિજય સુવાળાની બાજુની સીટ પર મનુ રબારી પણ બેઠેલા નજરે ચડી રહ્યા છે. હાલ સવાલ એ છે કે વિજય સુવાળા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે આ મામલો પણ દબાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.