ટ્રમ્પ અમદાવાદ આવતાની સાથે જ આતંકવાદીઓ તેમને ઉડાવી દેશે – જાણો કોણે કહ્યું

As soon as Trump arrives in Ahmedabad, terrorists will blow him away - know who said

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવના છે.  અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ અમદાવાદમાં ગંભીર આતંકી હુમલાનો ખતરો હોવાનું જણાવ્યું છે તો સાથે જ તેઓએ અમદાવાદની જનતા માટે જાહેરનામું પણ બહાર પાડયું છે. આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. આ ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે.

આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત આજે પોલીસ દ્વારા મોદી અને ટ્રમ્પની સુરક્ષાને લઈ રિહર્સલ કરવામાં આવશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પનાં આગમન પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડતા આતંકી હુમલાની દહેશતને પગલે એલર્ટ આપ્યું હતું. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર HD CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. અને CCTV કેમેરાનું 15 દિવસનું રેકોર્ડિંગ રાખવા સૂચના આપવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સુરક્ષાની ખાસ જરૂર છે. પોલીસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે. બહારની એજન્સીમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં એસપીજી, નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ, રાજ્યની એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, આરએએફ બાકીની આતંરાષ્ટ્રીય એજન્સીઓ સંક્લનમાં છે. આ સાથે અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ અને શહેર બહારથી ફાળવાયેલી પોલીસ અને એસઆરપીના જવાનો પણ મદદમાં રહેશે. ચેતક કમાન્ડો જોડાશે.

આ ઉપરાંત પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા બહારપાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, બહારથી આવતી ગેંગ શહેરમાં ન રોકાય તે માટે સૂચના અપાઈ છે. ભાડુઆતની તમામ વિગત પોલીસને જણાવવા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ અમદાવાદ શહેરને ‘નો ડ્રોન ફ્લાઈ ઝોન’ જાહેર કર્યું છે. તેનો મતલબ કે, અમદાવાદમાં તમામ પ્રકારના માનવ સંચાલિત એરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ડ્રોન થકી કે માનવ સંચાલિત વિમાન દ્વારા હુમલો ન થાય તે માટે અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાઈ ઝોન જાહેર કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: