રસ્તો ખરાબ હોવાને કારણે બાહુબલી યુવકે માથે જ ચડાવી લીધું બાઈક અને થયો ચાલતો- વિડીઓ જોઇને બોલી ઉઠશો કે શું તાકાત છે!

Published on: 5:12 pm, Thu, 29 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક બાહુબલી યુવકનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે કહી ઉઠશો કે શું તાકાત છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીઓ ખુબ જ આશ્ચર્ય પમાડનારો છે. આ ચોંકાવનારા વિડીઓમાં એક વ્યક્તિ માથા પર બાઈક લઈને આગળ વધી રહ્યો છે, પરંતુ તેમનું મુખ્ય કારણ એ છે કે રસ્તો ખરાબ હોવાને કારણે બાઈક લઈને આગળ વધી રહ્યો છે. વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે માણસની એક બાજુ એક પર્વત છે, જયારે બીજી બાજુ ખાઈ છે. ત્યારે આવી સ્થિતિમાં બાઈકને ઉચકીને લઇ જવું એ જીવને જોખમમાં નાખવા જેવું છે. પરંતુ આ વ્યક્તિ ખુબ જ કાળજી રાખીને આગળ વધી રહ્યો છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ચોંકાવનારો વિડીઓ ટ્વિટર યુઝર @ iamBawaal દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે આ વિડીઓના કેપ્શનમાં લખ્યું છે કે, વરસાદ પડી ગયો છે અને જેને લીધે રસ્તા પર કાદવ થઇ ગયો છે. સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે, 47 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને આ વિડીઓ પર અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લાઈક મળી ચુકી છે.

તમે આ વિડીઓમાં જોઈ  શકો છો કે, માણસ બાઈક માથા પર લઈને ચાલવા લાગે છે. જોવા જઈએ તો રસ્તો કાદવ વાળો અને ખુબ જ ગંદો છે, જેને લીધે તે વ્યક્તિ પોતાના માથા પર જ બાઈક લઈને ચાલવા લાગે છે , જાણે કે પોતે ખતરો કે ખિલાડી હોય.. આ વિડીઓ જોઇને બાહુબલી મુવીની યાદ આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.