મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કટાક્ષ કરતા દિલ્હીના એક ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

હાલમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે રોડ શો ને પગલે ગુજરાત ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ…

હાલમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે રોડ શો ને પગલે ગુજરાત ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ એક ટિપ્પણી કરી છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે. ટિપ્પણી બાદ દિલ્હીમાં જ રહેતા એક ગુજરાતી અશ્વિન સાંકડાસરિયાએ મંત્રી જીતુ વાઘાણી ને ટોણો મારતા એક ફેસબુક પોસ્ટ કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. શું છે આ પોસ્ટ માં? વાંચો શબ્દશઃ અહિયાં:

દિલ્હી હવે દેશની રાજધાની મટી ગઇ છે અને મોટું ગામ બની ગયું છે. અરવિંદ કેજરીવાલ તેના મુખ્યમંત્રી નહી પણ મેયર છે. આ મને ખબર નહોતી પણ ગુજરાતના શિક્ષણ મંત્રી એ પાંચ મિનિટ પહેલા મિડીયાના માધ્યમથી જણાવતા મને ખબર પડી.

હું આજથી #ચંદ્રકાન્ત_પાટીલ ને પ્રવાસી નહી પણ સ્થાનિક માની ને #ચુંદુભાઈ_પટેલ તરિકે સંબોધીશ.
Arvind Kejriwal એ કોઇ દિવસ દિલ્હીના સાસંદો ને પ્રવાસી નથી કહ્યા. છતાં હવે તમારા મતે જે મોટું ગામ એટલે કે દિલ્હી જેવા મોટા ગામની ધરમશાળાઓ માં રહે અને પાછા પોતના વતન જતા રહે.

તો પણ કેજરીવાલે કોઇ દિવસ આવો ભેદભાવ નથી કર્યો કે આ બહારથી આવેલા પ્રવાસી છે. જો એક મોટા ગામમાં સારી શાળા, હોસ્પિટલો સહિત વિજળી પાણી જેવી .

અન્ય એક પોસ્ટમાં અશ્વિન સાંકડાસરિયા લખે છે કે,અમારા દિલ્હી ના મુખ્યમંત્રી Arvind Kejriwal અને પંજાબ ના મુખ્યમંત્રી Bhagwant Mann નું આપણા ગુજરાતમાં હાર્દીક સ્વાગત છે. રાજનીતિ કરવા નહી બદલવા આવેલા બંને નેતાઓ ના સ્વયંભુ રોડ દરમિયાન ગુજરાતના લોકોની લોકચાહના જોવા મળશે.

મોટી વાત તો એ છે કે આજે સરકારી સંસાધનો નો ઉપયોગ કર્યા વિના આ રોડ શો થવાનો છે. લોકો કામને મહત્વ આપે છે.મારા અરવિંદ કેજરીવાલ ને સમર્થન પાછળ એક જ કારણ છે કે ગુજરાતને અધિકારી સાશન થી મુક્ત કરવા માટે નવો વિકલ્પ એ સમયની માંગ છે. 27 વર્ષના એક હત્થુ સાશન ને કરણે હવે ભાજપ સંપૂર્ણપણે અધિકારી સાશનમાં તબદીલ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *