વીફરેલા હાથીએ લોકોને ઉભી પૂછડીએ દોડાવ્યા- જુઓ કેવી રીતે મોતના મુખે માંથી જીવતા બહાર આવ્યા લોકો

Published on: 5:26 pm, Mon, 13 September 21

આસામ: હાથી ગુસ્સે થયા હોવાનો બનાવ અવારનવાર  સામે આવતા હોય છે. તેવો જ એક ચોકાવનારો બનાવ આસામના(Assam) રંગપારા વિસ્તારમાંથી નજરે ચડ્યો છે. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આસામના રંગપારા(Rangpara) વિસ્તારમાં એક હાથી અચાનક લોકોની પાછળ દોડવા લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ, લોકોનું ટોળું આસામમાં બોરઝુંલી(Borzunli) વિસ્તારમાં આવેલા સ્મશાન તરફ જતું હતું. તે દરમિયાન અચાનક જ એક વિફરેલો હાથી લોકોની તરફ દોડતો દોડતો આવી પહોંચ્યો હતો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે, સ્મશાન તરફ જઈ રહેલા લોકોની પાછળ વિફરેલો હાથી દોડતો જોવા મળી રહ્યો હતો. તે દરમિયાન લોકોને કઈ અંદાજો ન હતો કે હાથી તેમના તરફ આવી રહ્યો છે. જયારે લોકોને ખબર પડી ત્યારે તેઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનાને કારણે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. એટલું જ નહીં, કેટલા લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. આ સમગ્ર ઘટના આસપાસ કામ કરી રહેલા લોકોએ પોતાના મોબાઈલમાં રેકોડ કરી લીધી હતી. જે હાલ સોશીયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો વિડીયો જોઈને ચોકી ગયા છે. હાથી અચાનક આવું શું કામ કર્યું તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.