USAમાં રહેતા NRIએ સુરતમાં કોરોનાથી મુશ્કેલીમાં ફસાયેલા પરિવારને મોકલી આઠ લાખની સહાય

સુરતમાં કોરોનાને કારણે લાખો લોકોએ પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે ત્યારે જેને પોતાના મોભી ગુમવ્યા હોય તેને પોતાની ગુજરાન ચલાવવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય…

સુરતમાં કોરોનાને કારણે લાખો લોકોએ પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે ત્યારે જેને પોતાના મોભી ગુમવ્યા હોય તેને પોતાની ગુજરાન ચલાવવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય છે. ત્યારે એક એનઆરઆઈ માણસાઈનું ઉદાહરણ આપ્યું છે. અમેરિકાના એનઆરઆઈએ કોરોનામાં નિરાધાર બનેલા પરિવારમાટે 8 લાખની સહાય કરી છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આર્થિકની સહાય આપવામાં આવી હતી. લોક સમર્પણ બ્લડ બેંકના હોલમાં યોજાયેલા સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં 150 પરિવારોને કુલ રૂપિયા 8 લાખની સહાય વિતરણ થઈ હતી.

કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારો ખાસ કરી બહેનો અને બાળકોને મદદ કરવા અમેરિકાથી સમાજના ટ્રસ્ટી પ્રવીણભાઇ પાનસુરિયાના પ્રયાસથી 140 ડોલરની સહાય મોકલવામાં આવી છે. લાયન્સ કલબ ઓફ કેપેલ, કૈલાસ, અમેરિકા તરફથી પર ડોલર, પ્રવીણભાઈ પાનસુરિયા પરિવાર તરફથી 140 તથા પ્રવીણભાઈ ગઢિયા તરફથી 200 ડોલર આમ કુલ રૂપિયા 8 લાખની સહાય મળી છે. લાયન્સ ક્લબ ઓફ રાંદેર અડાજણના માધ્યમથી આ સહાય સીધું બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

લાયન્સ ક્લબ ઓફ રાંદેર- અડાજણના પ્રેસિડેન્ટ રાજગાભાઇ નાકરાણી, સંજયભાઈ ગાંધી, ત્યંતભાઇ ચોકસી તથા પ્રદકુમનભાઈ જોષીના હસ્તે જરૂરિયાતમંદ પરિવારોને દરેકને રૂપિયા 10000 નો ચેક આપવામાં આવ્યો હતો. રાજેશભાઇ નાકરાણીએ પ્રવીણભાઈ પાનસુરિયાના પ્રયાસોને વખાણ કર્યા હતા. તેઓ માતૃભૂમિને ભૂલ્યા નથી. પ્રથમ લહેરમાં પણ તેમણે અમેરિકાથી રૂપિયા 10 લાખની સહાય બહેનો માટે મોકલી હતી.

કોરોનાની બીજી લહેરમાં ઘણા પરિવારો અનેક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો પરિવારે મોભી ગુમાવ્યા છે. નિરાધાર બનેલાં બહેનો અને બાળકોને ટેકા અને હૂંફની જરૂર છે. આવા પરિવારો અને ચહેરા પર સ્મિત લાવવા માટે કાનજીભાઈ બાલાળાએ લોકોને જાહેરમાં અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માતા-પિતા બન્ને ગુમાવ્યાં છે તેવાં નાનાં બાળકો છે તેની પરિસ્થિતિ બોવ ખરાબ છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની ઓફિસે 100 વિધવા બહેનોની મદદ માટે અરજી આવી છે. બાળકોએ પણ મદદ માટે વિનંતી કરી છે. ત્યારે દાતાઓ તરફથી સહાય મળશે તો એ લાભાર્થીનો સુધી પહોંચાડવામાં આવશે. સંસ્થાના મંત્રી અરવિંદભાઈ પરુક તથા ટ્રસ્ટીઓ આ માટે બંને તેટલા પ્રયાસો કરી રહ્યા છે. લોક સમર્પણ બેંકના પ્રમુખ હરિભાઇ કથીરિયા, વરાછા બેંકના પ્રમુખ જ્ઞાન માઈ નવાપરા, સમાજના સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, મનજી વાઘાણી, દેવચંદભાઇ કાકડિયા, ભીખુભાઇ ટીંબડિયા તથા દિલીપભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હજુ વધુ પરિવારોને વર્તમાન સમયે ટેકો આપવા પ્રયાસ કરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *