આવતીકાલથી અદ્ભુત સંયોગ સાથે ચાલુ થશે ચાર્તુમાસના વિશીષ્ટ નિયમો, જાણો ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ

દેવશયની એકાદશી, હરિશયની એકદશી,પદ્મા એકાદશી,પદ્મનાભા એકાદશી વગેરે જેવી ઘણા નામોથી આગળનાં સમયમાં આવનાર અષાઢ શુક્લ પક્ષની એકાદશી આ વખતે 1 જુલાઈએ એટલે કે કાલે જ…

દેવશયની એકાદશી, હરિશયની એકદશી,પદ્મા એકાદશી,પદ્મનાભા એકાદશી વગેરે જેવી ઘણા નામોથી આગળનાં સમયમાં આવનાર અષાઢ શુક્લ પક્ષની એકાદશી આ વખતે 1 જુલાઈએ એટલે કે કાલે જ મનાવવામાં આવશે. આવતીકાલથી જ ચાતુર્માસનો પ્રારંભ થશે.પરંતુ આ વખતે ચતુર્માસ 1 મહીનો વધી ગયો છે,જેના કારણે 4 મહિના નહીં પરંતુ 5 મહિનાનો ચાતુર્માસ હશે.

એકાદશી તારીખ પ્રારંભ- 30 જૂન, 2020 એ 7.49 વાગે

એકાદશી તિથિ અંત -1 જુલાઈ 2020એ 05.29 વાગે

2 જુલાઈએ પારણાનો એટલે કે વ્રત ખોલવાનો સમય 5.24 સવાર થી સાંજે 8.13 વાગે

એવું માનવામાં આવે છે,કે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશીનાં રોજ ભગવાન વિષ્ણું સુઈ જાય છે.મનમાં પ્રશ્ન પણ થાય છે,કે શું ભગવાન પણ સૂઈ જતાં હશે ? જો સર્જનહાર જ સૂઈ જાય તો સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે ? તેનો ઉત્તર શ્રીમદ્દભગવદ્દગીતામાં જોવાં મળે છે.ગીતાના બીજા અધ્યાયનાં 69માં શ્લોકમાં જણાવ્યું છે કે, ‘નિશા સર્વભઊતાનાં તસ્યાં જાગર્તિ સંયમી’ એટલે કે મનુષ્યોની જે રાત છે,જેમાં સંયમી મનુષ્ય જાગે છે.અહીં દેવશયનનો અર્થ છે કે,ભગવાન વિષ્ણુને યોગનિદ્રામાં રહેવાનો છે,યોગનિદ્રાનો અર્થ છે, કે અચેતનામાં ચેતનાનો પ્રવાહ એટલે એવું સમજીએ કે ઊઘ અને જાગ્રત અવસ્થાની મધ્યની અવસ્થા..

કોરોના મહામારીને કારણે અત્યારે ઘણાખરા રાજ્યોમાં લોકડાઉન ચાલી રહ્યું છે.પરંતુ આપને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં દર વર્ષે 4 મહિના માટે લોકડાઉનની પરંપરા ચાલી આવે છે.આ 4 મહિનાને સિદ્ધિઓ અને જ્ઞાન મેળવવાનો મહીના તરીકે માનવામાં આવે છે.આ 4 મહિનાની અંદર લોકો જાત્રા કરતા નથી.સાધુ-સંન્યાસી જ્યાં રહે છે,ત્યાં જ રોકાઈ જઈને ચાર્તુમાસનો પ્રવાસ કરતા હતા.આજે પણ ચાર્તુમાસ વખતે ઘણીખરી માન્યતા મુજબ ગતિવિધિઓ કરવામાં આવતી નથી.આ 4 મહિના દરમિયાન શુભ કાર્ય જેવા કે, લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન જેવા માંગલિક પ્રસંગો પર આરામ લાગી જાય છે.

આ વર્ષે 1 જુલાઈ 2020થી ચાલુ થયેલ ચાતુર્માસ 24 નવેમ્બર 2020 સુધી ચાલશે.જે લગભગ 5 મહિનાનો રહેશે.તેનું મુખ્ય કારણ એ છે, કે આ વર્ષે ચાતુર્માસ દરમિયાન અધિક માસ કે જેને પુરુષોત્તમ મહિનો તરીકે ઓળખવામાં આવે છે,તેના કારણે 1 મહિનો વધશે.આ અધિક માસ અશ્વિન મહિનામાં આવશે,જેના કારણે આ વર્ષે 2 આશ્વિન માસ રહશે.

હિન્દુ ધર્મમાં જીવનનાં મૂળભુત 4 સ્તંભ બતાવવામાં આવ્યા છે.જેમાં ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.જેમાં જીવનનાં પરમ લક્ષ્યને મોક્ષ કહેવામાં આવ્યું છે.તેના માટે વર્ષના 4 મહિનામાં સંયમ રાખીને તપ,યજ્ઞ અને ધ્યાન કરવાની વાત કહેવામાં આવી છે.અષાઢ થી કાર્તિક માસની વચ્ચેનો સમય વરસાદ અને પૂરનો માનવામાં આવ્યો છે,જેમાં સાપ અને કીડા-મકોડા પોતાના દરમાંથી બહાર આવે છે,જેના કારણે 4 મહિનામાં યાત્રા કરવી અસુરક્ષિત માનવામાં આવે છે.આ 4 મહિનાઓમાં સૂર્ય સૌથી વધુ સમય વાદળોથી ઢંકાયેલો રહેલો જોવાં મળે છે,જેના લીધે પૃથ્વી પર તેનું તેજ ઓછું પડવાથી રોગ-પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી જોવાં મળે છે.એ માટે 4 મહિનાના દિવસોમાં નિયમ અને સંયમ પાળવાની સલાહ ધાર્મિક રૂપથી આપવામાં આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *