વજન ઘટાડવાથી લઈને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં ખુબ જ ઉપયોગી છે હિંગ- ઢગલાબંધ ફાયદા જાણીને ચોંકી ઉઠશો

વરિયાળીની પ્રજાતિનો છોડ હિંગ છે. મૂળ ઈરાનનો આ છોડ છે. મોટે ભાગે ખોરાકનો સ્વાદ વધારવા અથવા ગેસની સમસ્યાને દૂર કરવા માટે હિંગનો ઉપયોગ થતો હોય…

વરિયાળીની પ્રજાતિનો છોડ હિંગ છે. મૂળ ઈરાનનો આ છોડ છે. મોટે ભાગે ખોરાકનો સ્વાદ વધારવા અથવા ગેસની સમસ્યાને દૂર કરવા માટે હિંગનો ઉપયોગ થતો હોય છે. લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો મહત્વનો ભાગ હિંગ રહી છે. હિંગનો ઉપયોગ બિરયાનીથી માંડીને કઠોળ અને શાકભાજીમાં પણ થતો આવ્યો છે. હિંગના કારણે ભોજન સ્વાદિષ્ટ બને છે અને તેના અનેક સ્વાસ્થ્ય લગતા લાભ પણ થાય છે. આજે અહીં હિંગના અનેક ફાયદા અંગે જાણવા મળી રહ્યું છે.

બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાનું કામ હિંગ કરે છે. હિંગમાં કુમારિન નામનું તત્ત્વ જોવા મળે છે. જેને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જળવાય છે. હિંગમાં રહેલા ઔષધીય ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

દાંતના દુઃખાવામાં રાહત:
હિંગ દાંતના ચેપ, પીડા અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હિંગમાં એન્ટીઓકિસડેન્ટસ જોવા મળે છે. જે ચેપ અને દુ:ખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક:
હિંગનું પાણી મેટાબોલિઝમમાં વધારો કરે છે. જેના લીધે શરીરમાં ચરબી એકત્ર થતી નથી અને વજનમાં ઘટાડો થાય છે.

વિવિધ સંક્રમણને કરે છે દુર:
હિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી વાઈરલના ગુણ ધરાવે છે. જે ત્વચાના વિવિધ રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને રિંગવોર્મ, ખરજવા, ખંજવાળ અને ચામડીના રોગોમાં પણ રાહત મળે છે.

શરદી અને ઉધરસ મટાડે:
હિંગમાં રહેલા એન્ટિ-વાઈરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણને કારણે ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. હિંગ કફ અને શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવામાં માટે પણ ફાયદાકારક છે. આ માટે તમે હિંગનાં પાણી કે, હિંગને મધમાં મિશ્ર કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

પિરિયડના દુ:ખાવામાં પણ મળે છે રાહત:
હિંગ પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને વધારવામાં પણ મદદરૂપ થાય છે. જે લોહીના પ્રવાહને વધુ સરળ બનાવે છે અને પીડાને દૂર કરે છે. હિંગ પાઉડરનો ઉપયોગ ગરમ પાણીમાં કરવાથી તેનો વધુ ફાયદો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *