પેપરલીક કાંડમાં સંડોવાયેલા 16 આરોપીઓને ATSએ દબોચ્યા- જાણો કોણ છે લાખો ઉમેદવારોના સપના તોડનાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં પેપરલીક(Paper leak)ના કારણે હજારો બેરોજગારોની કિસ્મત ફૂટતા તેમના સપનાં પણ તૂટી ગયાં છે. આ પેપરલીક કાંડ અંગે મોટા ખુલાસાઓ થયા છે. ઓડીશાના સૂત્રધાર…

ગુજરાત(Gujarat): રાજ્યમાં પેપરલીક(Paper leak)ના કારણે હજારો બેરોજગારોની કિસ્મત ફૂટતા તેમના સપનાં પણ તૂટી ગયાં છે. આ પેપરલીક કાંડ અંગે મોટા ખુલાસાઓ થયા છે. ઓડીશાના સૂત્રધાર પ્રદીપ નાયક જૂનિયર કલાર્ક(Junior Clerk)ની પરીક્ષાનું પ્રશ્નપત્ર એક સાગરીત સાથે શનિવારના રોજ રાત સુરતથી બાય રોડ ટેક્સીમાં વડોદરા ગયો હતો. મુસાફરી દરમિયાન પ્રદીપ દ્વારા ટેક્સી ડ્રાઇવર સાથે પ્રશ્નપત્રમાં પુછેલા સવાલો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત કેટલાક સવાલોને લઈને ગુગલમાં સર્ચ કરીને પોતાની સમજણ પ્રમાણે આન્સર કી બનાવતો હતો. એટલે શંકા જતાં ડ્રાઇવરે પ્રદીપ નાયકને અપ્સરા હોટલ ખાતે ઉતારી દીધા બાદ સુરત ક્રાઇમબ્રાંચને જાણ કરવામાં આવી હતી. આમ ગુજરાત પોલીસને પેપરલીક મામલે લીંક મળી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર મામલે અમદાવાદ ATS દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે સમગ્ર મામલે ધરપકડ બાદ જૂનિયર કલાર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આ બાબતનો પડઘો વિધાનસભાના ફેબ્રુઆરીમાં મળનારા સત્રમાં જરૂર પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં હતાં અને 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી હતી. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરવામાં આવી  છે. જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક મોટા ખુલાસા થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો હોવાનું પણ ખુલ્યું છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જિંદગી જીવે છે. જણાવી દઈએ કે, કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે.

વધુમાં પ્રાંતિજના વદરાડ ગામનો હાર્દિક શર્માની સંડોવણી પણ સામે આવી છે. અગાઉ હેડક્લાર્ક ભરતી કૌભાંડમાં પણ પ્રાંતિજ એપી સેન્ટર રહ્યુ હતું. હાર્દિક શર્માએ વખતે પણ ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, હાર્દિક શર્મા અમદાવાદ અને સાબરકાંઠામાં નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. સાથે જ તેનો અમદાવાદમાં જેતલપુર, નિકોલ અને પ્રાંતિજની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિસ્સો હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, પેપરલીક કૌભાંડમાં સાબરકાંઠાના હાર્દિક શર્માના નામનો પણ ખુલાસો થયો છે અને કેતન બારોટનો ખાસ મિત્ર હાર્દિક શર્મા પણ આરોપી છે. પ્રાંતિજના વદરાડનો હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો સહમાલિક છે. હાર્દિક શર્મા નર્સિંગ કોલેજોના નામે ગોરખધંધા ચલાવે છે. નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં પણ તે સહમાલિક હોવાનું સામે આવ્યું છે. કેતન અને હાર્દિક શર્મા વૈભવી મોજશોખવાળી જીવનના શોખીન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *