એકતરફી પ્રેમીનો આતંક, મહિલા PSIના ઘરમાં ઘૂસી છરી વડે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં સુરતના એકતરફી પ્રેમીએ મહિલા પીએસઆઈના ઘરે ભારે ધમાલ મચાવી હતી. મહિલા પી.એસ.આઈના ઘરમાં ઘૂસી સુરત રહેતાં શખ્સે પોતાનાં પર છરી વડે માર્યા હતા. આ…

રાજકોટમાં સુરતના એકતરફી પ્રેમીએ મહિલા પીએસઆઈના ઘરે ભારે ધમાલ મચાવી હતી. મહિલા પી.એસ.આઈના ઘરમાં ઘૂસી સુરત રહેતાં શખ્સે પોતાનાં પર છરી વડે માર્યા હતા. આ બનાવ અંગે પોલીસ મથકમાં ગુનો નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલા પી.એસ.આઈએ એકતરફી પ્રેમી સામે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તેને સબંધ રાખવા સતત ત્રાસ આપતો હોય મેસેજ કરતો હોય તેમજ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હોવાનું જણાવ્યું હતું. જો કે આ ગંભીર આ ઘટના અંગે જવાબર પોલીસ અધિકારીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભેદી મૌન સેવી લીધું છે.

બનાવની વિગતો મુજબ મહિલા પી.એસ.આઈ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના ઇજીરાયલ શેખનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી છેલ્લા બે વર્ષથી તેને વારંવાર ફોન કરી પોતાની સાથે સબંધ રાખવા દબાણ કરી મોબાઈલમાં મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો.તેમજ આરોપી બ્લેકમેઇલ કરી ફોટો વાઇરલ કરવાની ધમકી આપી સતત ત્રાસ ગુજરતો હતો.

દરમિયાન ગઈકાલે આરોપી મહિલા પી.એસ.આઈના ઘરમાં ઘૂસી તેની સાથે ઝપાઝપી કરી તેમના ઘરમાંથી ચપ્પુ કાઢી આરોપીએ પોતાના હાથના ભાગે તથા ગળાના ભાગે મારવા લાગ્યો હતો. અને આપઘાતનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી મહિલા પીએસઆઈ વચ્ચે પડતા તેમના હાથમાં પણ ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી ઇજીરાયલ શેખ સુરતમાં એક અખબારમાં પત્રકાર તરીએ નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પી.એસ.આઈ અગાઉ સુરતમાં ફરજ બજાવતાં દરમિયાન બંને વચ્ચે ઓળખ થઈ હતી. બાદમાં આ શખ્સ સતત સબંધ રાખવા દબાણ કરતો હતો. મહિલા પી.એસ.આઈ અને આરોપી બંને પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે પોલીસ બેડામાં જ નહીં શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *