ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરૂદ્ધ FIR દાખલ

Dr Atul Chag suicide case: ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં ત્રણ મહિના પછી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ પોલીસ ફરિયાદ જુનાગઢ (Junagadh) ભાજપના સાંસદ (BJP…

Dr Atul Chag suicide case: ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં ત્રણ મહિના પછી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ પોલીસ ફરિયાદ જુનાગઢ (Junagadh) ભાજપના સાંસદ (BJP MP) રાજેશ ચુડાસમા ( MP Rajesh Chudasma) અને તેમના પિતા નારાયણ ચુડાસમા (Narayana Chudasama) વિરુદ્ધ નોંધાઈ છે. વાત કરવામાં આવે તો મૃતકના દીકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવ્યું છે. ડૉ.અતુલ ચગની સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, વેરાવળ સીટી પોલીસ દ્વારા અતુલ ચગ આપઘાત મામલે અકસ્માતે મોત નંબર 04/23 સીઆરપીસી કલમ 174 તારીખ 12/02/2023 ના રોજ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે ડૉ.અતુલ ચગનાં પુત્ર હિતાર્થે તારીખ 17/02/2023 ના રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. જે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન અરજી નંબર બી 43/2023 તારીખ 17/02/2023 થી નોંધાયેલ છે.

વાત કરવામાં આવે તો મૃતક ડૉ. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ અનુસાર, વર્ષ 2008 માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પાછી આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાંખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપી રહ્યા હતા. જેથી મારા પપ્પા ડરી ગયા હતા અને તા 12/02/2023 નાં રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મહત્વનું છે કે, ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં (Dr Atul Chag suicide FIR) ગુજરાત હાઈકોર્ટ દ્વારા વેરાવળ પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ હાઈકોર્ટ દ્વારા વેરાવળ પોલીસ પાસે હજી સુધી FIR ન નોંધાતા જવાબ પણ માંગવામાં આવ્યો હતો. હાઈકોર્ટે જણાવતા કહ્યું હતું કે, પોલીસ વકીલ રોકે અને આ અંગેના તમામ જવાબ આપે, તેમજ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ કેસમાં પોલીસને સરકારી વકીલ મળશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસ પણ શંકાના ઘેરામાં આવી હતી. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂત દ્વારા ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કહ્યું હતું કે, ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *