આ યુવતી 97 દિવસથી કરી રહી છે ઉપવાસ, નથી ખાધો અન્નનો એક પણ દાણો

એક યુવતીએ દાવો કર્યો છે કે, તે 97 દિવસથી ઉપવાસ કરી છે અને આ દરમિયાન તેણે અન્નનો એક દાણો પણ નથી ખાધો. તે જીવવા માટે…

એક યુવતીએ દાવો કર્યો છે કે, તે 97 દિવસથી ઉપવાસ કરી છે અને આ દરમિયાન તેણે અન્નનો એક દાણો પણ નથી ખાધો. તે જીવવા માટે કુદરતી એનર્જી લે છે. તેનો ડાયટા પ્લાન પણ ચોંકાવનારો છે.

અમેરિકાના મિનેસોટામાં રહેતી 25 વર્ષીય ઔડ્રા બીયર પ્રાણ વાયુ દ્વારા પોતાની જાતને જીવિત રાખે છે. તે પોતાની જાતને બ્રેદએરિયન કહે છે. બ્રેદરિયન એ લોકો છે, જેમનું માનવું છે કે, જીવવા માટે ભોજનની જરૂર નથી.

ડૉક્ટરોએ તેના આવા ડાયટ પ્લાનના ખતરા અંગે તેને ચેતવી છે, પરંતુ તે કહે છે કે, આ તેના માટે ફાયદાકારક છે, તે જણાવે છે કે, તેણે ઘણા વર્ષો સુધી આવા જ ડાયટા પ્લાનને ફોલો કર્યો છે અને તે કેટલોક સમય વેગન શાકાહારી અને રૉ વેગન પણ રહી છે. ત્યારબાદ આ પ્રકારનો ડાયટા પ્લાન ફોલો કરે છે.

તે જણાવે છે કે, આ જીવન શૈલીમાં જીવિત રહેવા માટે શ્વાસ દ્વારા આસપાસની પ્રકૃતિમાંથી જ એનર્જી લેવાની હોય છે. કેટલાક લોકોએ તેને જણાવ્યું છે કે, આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

ઔડ્રા દિવસમાં લગભગ 3 કલાક તેના શ્વાસ પર ધ્યાન ધરે છે અને દિવસભર ચા અને જ્યૂસ પર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *