કોમી એકતાનું જીવતું જાગતું ઉદાહરણ! મુસ્લિમ પરિવારે શિવપુરાણ કથા માટે 60 એકર જમીન મફતમાં આપી દીધી

આપણે સૌ જાણીએ છીએ કે, માનવતા ધર્મથી આગળ મોટો કોઈ ધર્મ નથી હોતો. મહારાષ્ટ્ર(Maharashtra)ના પરભણી(Parbhani)માં હિન્દુ-મુસ્લિમ એકતા(Hindu-Muslim unity)નું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. એક મુસ્લિમ પરિવારે(Muslim…

આપણે સૌ જાણીએ છીએ કે, માનવતા ધર્મથી આગળ મોટો કોઈ ધર્મ નથી હોતો. મહારાષ્ટ્ર(Maharashtra)ના પરભણી(Parbhani)માં હિન્દુ-મુસ્લિમ એકતા(Hindu-Muslim unity)નું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. એક મુસ્લિમ પરિવારે(Muslim family) અહીં હિંદુ ધાર્મિક કાર્યક્રમ માટે તેમની 60 એકર જમીન ખાલી કરી નાખી હતી. મુસ્લિમોએ સ્થાનિક હિંદુ સમુદાયના લોકોને જગ્યા મળી શકે તે માટે ખેતરમાં રહેલા તમામ પાકનો નાશ કર્યો હતો.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક મુસ્લિમ પરિવારે પાંચ દિવસીય હિન્દુ ધાર્મિક કાર્યક્રમ શિવપુરાણ કથાના આયોજન માટે તેમની 60 એકર જમીન દાનમાં આપી છે. વાસ્તવમાં, સૈયદ પરિવારે સાંભળ્યું કે, શિવસેનાના સાંસદ સંજય જાધવ શિવપુરાણ કથાનું આયોજન કરવા માટે ખુલ્લી જમીન શોધી રહ્યા છે, તેથી તેઓએ તેમની જમીન થોડા દિવસો માટે આપવાની તૈયારી દર્શાવી દીધી હતી.

મુસ્લિમ પરિવારે માત્ર પાંચ દિવસ માટે જમીન મફતમાં આપી નથી, પરંતુ તેઓએ 15 એકરમાં ઉગાડેલા તમામ પાકનો પણ નાશ કર્યો હતો. વાસ્તવમાં, પરભણીના સાંસદ સંજય જાધવના નેતૃત્વમાં આયોજકો શિવપુરાણ કથાનું આયોજન કરવા માટે મહારાષ્ટ્રના પરભણી શહેરની આજુબાજુમાં ખુલ્લી જમીન શોધી રહ્યા હતા, પરંતુ પાકને કારણે તેમને ક્યાંય જમીન મળી ન હતી. જ્યારે આ વાત સૈયદ પરિવાર સુધી પહોંચી તો તેઓએ ધાર્મિક પ્રસંગ માટે ભાડે જમીન આપવાને બદલે પોતાની જમીન મફતમાં આપી દીધી.

મુસ્લિમ પરિવારની આ પહેલને મોટી વાત માનવામાં આવી રહી છે કારણ કે આ વિસ્તારનો ઈતિહાસ સાંપ્રદાયિક સંઘર્ષનો રહ્યો છે. પરિવારના 25 વર્ષીય સદસ્ય સૈયદ શોએબે જણાવ્યું છે કે, “કોમી ધ્રુવીકરણ આજે દેશ સામે સૌથી મોટો પડકાર છે. અમારું આ પગલું વિવિધ ધર્મોના લોકો વચ્ચેના અંતરને નિઃસ્વાર્થપણે ભરવાનું છે.”

સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું:
શોએબના પિતા અબુબકર ભાઈજાને જણાવ્યું હતું કે, “પરભણીના સાંસદની આગેવાની હેઠળના આયોજકો પરભણી શહેરની આજુબાજુમાં ખુલ્લી જમીન શોધી રહ્યા હતા, પરંતુ ઉભા પાકને કારણે તેઓને તે મળી ન હતી. જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ માટે ભાડા પર કોઈ ખુલ્લી જમીન ઉપલબ્ધ છે કે કેમ તે જોવા માટે અમારો સંપર્ક કર્યો, ત્યારે અમે તેમને અમારી જમીન મફત આપી દીધી.

તેમણે કહ્યું કે, આ જમીન પર વાવેલા પાક ઘરે વપરાશ માટે, ખેતરમાં કામ કરતા મજૂરો તેમજ ખેતરમાં પશુઓ અને ઘોડાઓ માટે છે. અબુબકરે એમ પણ કહ્યું કે, પરભણીએ ભૂતકાળમાં સાંપ્રદાયિક ઝઘડાઓ જોયા છે અને આ પગલા પાછળનો હેતુ વિવિધ સમુદાયો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *