વાસી રોટલીને ફેંકી ન દેતાં આ રીતે એનું સેવન કરવાંથી શરીરની અનેકવિધ બીમારીઓ થશે એકદમ દુર

સોશિયલ મીડિયા રપ અવારનવાર આપનાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી બનતી જાણકારીઓ સામે આવતી હોય  છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. વાસી…

સોશિયલ મીડિયા રપ અવારનવાર આપનાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી બનતી જાણકારીઓ સામે આવતી હોય  છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. વાસી ભોજન એ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોવાનું માનવામાં આવે છે,.

આ વાત વાસી રોટલીઓ પર લાગૂ થતી નથી. વાસી રોટલી ખાવાના ફાયદાઓ જાણીને તમે પણ દંગ રહી જશો. ખાસ કરીને તો ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી કોઇ રામબાણથી ઓછી માનવામાં નથી આવતી. તમારા ઘરમાં રોટલી બચી જાય તો તમે તેનું શું કરો છો?

મોટાભાગના લોકો તો ફેંકી જ દેતા હશે! આજથી જ એવું કરવાનું બંધ કરી દો. કારણ કે, વાસી રોટલી સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. શુગર લેવલને કંટ્રોલ કરવા માટે વાસી રોટલી ખાવાનું સૂચન આપવામાં આવે છે. આની સાથે જ ખુબ સારી પાચનક્રિયા માટે વાસી રોટલીનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. વાસી રોટલીમાં ઘઉંના બધા ગુણ રહેલાં હોય છે કે, જે ફાઇબરથી ભરપૂર હોય છે. આની સાથે જ એમાં સોડિયમનું પ્રમાણ પણ ખુબ ઓછું હોય છે તથા GI સૂચકાંક પણ ખુબ ઓછો હોય છે.

જાણો વાસી રોટલી ખાવાથી થતાં ગજબના ફાયદા :

1. બૉડી ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે :
સામાન્ય શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે તેમજ જો આ 40 થી વધુ થઇ જાય તો આ તમારા મહત્ત્વનાં અંગોને નુકશાન થઈ શકે છે. ઠંડાં દૂધમાં પલાળેલ વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં ચમત્કારનું કામ કરી શકે છે. વાસી રોટલી તથા દૂધના મિશ્રણનું સવારમાં સૌથી પહેલા સેવન કરી શકાય છે. જેથી તમને પોષક તત્ત્વ મળશે તેમજ એસિડિટીથી બચી શકાય છે.

2. પેટ માટે ખુબ સારી છે વાસી રોટલી :
જે લોકો સતત પેટની સમસ્યાઓથી પરેશાન રહેતાં હોય છે તેમની માટે વાસી રોટલી સૌથી શ્રેષ્ઠ તથા ઘરેલૂ ઉપાય છે. સૂતા પહેલાં ઠંડાં દૂધમાં વાસી રોટલી ખાવાથી કબજિયાત, એસિડિટી તથા ગેસ જેવી પેટની સમસ્યાઓને દૂર કરી શકાય છે. આની સાથે જ તમારે તેને પોતાની આદતોમાં સામેલ કરવી જોઇએ.

3. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે :
ઠંડાં દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરવાથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓની મદદ કરવા માટે ફાયદાકારક હોવાંનું માનવામાં આવે છે. ઠંડાં દૂધમાં વાસી રોટલીને પલાળીને 10 મિનિટ રાખ્યા બાદ તેને સવારના નાસ્તા તરીકે ખાવાથી બ્લડપ્રેશરને કંટ્રોલમાં આવી જશે.

4. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ખુબ અસરકારક :
હાઇ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પીડિત લોકોને આ પ્રયત્ન કરવો જોઇએ કે, દરરોજ વાસી રોટલી તથા ઠંડાં દૂધનું સેવન કરવું જોઈએ. ઠંડાં દૂધમાં વાસી રોટલીને પલાળી રાખવાથી 10-15 મિનિટ માટે તમે દિવસે કોઇપણ સમએ તેનું સેવન કરી શકાય છે. જેથી તમારૂ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *