શું kgf 2 ને ટક્કર આપી શકશે આશ્રમ 3? – ‘બાબા નિરાલા’ આવી રહ્યા છે પરત, મોશન વિડિયો થયો રિલીઝ 

બોબી દેઓલ (Bobby Deol)ની બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ(Web series) ‘આશ્રમ 3(Ashram 3)’નો મોશન પોસ્ટર વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં સીઝન 3 નો લોગો સ્પષ્ટ…

બોબી દેઓલ (Bobby Deol)ની બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ(Web series) ‘આશ્રમ 3(Ashram 3)’નો મોશન પોસ્ટર વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં સીઝન 3 નો લોગો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. પાછળની પૃષ્ઠભૂમિમાં આગની જ્વાળાઓ દેખાય છે. આ મોશન વીડિયો રિલીઝ થતાં જ ચાહકો આ વેબ સિરીઝના ત્રીજા ભાગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

ઈશા ગુપ્તા અને બોબી દેઓલે વીડિયો શેર કર્યો છે:
આ મોશન વીડિયો ઈશા ગુપ્તા અને બોબી દેઓલે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે બાદ ફેન્સ આ મોશન વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

જાણો ‘આશ્રમ 3’ ક્યારે રિલીઝ થશે:
‘આશ્રમ 3’ વેબ સિરીઝ ક્યારે રિલીઝ થશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ મોશન વિડીયો રીલીઝ થતાની સાથે જ એ નિશ્ચિત છે કે ચાહકો આશ્રમ વેબ સીરીઝનો ત્રીજો ભાગ જલ્દી જ જોઈ શકશે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા સંદીપે જણાવ્યું હતું કે શૂટિંગ અને ડબિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ નવી સીઝન દર્શકોને જોવા મળશે.

બાબા નિરાલાના રોલમાં બોબીએ દિલ જીતી લીધું હતું:
આ વેબ સિરીઝમાં બોબી દેઓલે બાબા નિરાલાનું એવું પાત્ર ભજવ્યું કે તે લોકોના મનમાં વસી ગયો. આ વેબ સિરીઝની વાર્તા કાશીપુરના કાલ્પનિક શહેર પર આધારિત છે. વેબ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે બાબા કેવી રીતે લોકોને આશ્રમ સાથે જોડાવા માટે ઉશ્કેરે છે. આ વેબ સિરીઝની વાર્તા ડ્રગ્સ, દુષ્કર્મ અને રાજકારણની આસપાસ ફરે છે. આ વેબ સિરીઝને પ્રકાશ ઝાએ ડિરેક્ટ કરી છે.

પ્રથમ અને બીજી સિઝનમાં શું થયું:
‘આશ્રમ’ વેબ સિરીઝની પ્રથમ સીઝનમાં, દર્શકોએ જોયું કે બાબાએ પમ્પી અને તેના પરિવારનો વિશ્વાસ જીતી લીધો. બીજી સીઝનમાં બાબાની હરકતો પમ્મી અને તેના પરિવારની સામે આવી. પરંતુ બાબા પર અત્યાર સુધી કોઈ પ્રકારની ગરમી જોવા મળી નથી આવી સ્થિતિમાં આશ્રમ વેબ સિરીઝનો ત્રીજો ભાગ કઈ કહાની લે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એશા ગુપ્તા જોવા મળશે:
બોલિવૂડની સુપરબોલ્ડ અભિનેત્રી એશા ગુપ્તા પણ ‘આશ્રમ’ વેબ સિરીઝની ત્રીજી સીઝનમાં જોવા મળશે. આવી સ્થિતિમાં આ વેબ સિરીઝને લઈને દર્શકોની ઉત્તેજના વધુ વધી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *