બાબા રામદેવની ‘આતા માજી સટકલી’- બોલ્યા એક અઠવાડિયામાં લાવીશ બ્લેક ફંગસની (મ્યુકોર માઇકોસીસ) દવા

યોગ ગુરુ એવા બાબા રામદેવે કરેલા દાવા અનુસાર તેઓ થોડા જ સમયમાં બ્લેક ફંગસની દવા લઈને આવી રહ્યા છે. બાબા રામદેવના વિવાદ અંગે ચાલી રહેલ…

યોગ ગુરુ એવા બાબા રામદેવે કરેલા દાવા અનુસાર તેઓ થોડા જ સમયમાં બ્લેક ફંગસની દવા લઈને આવી રહ્યા છે. બાબા રામદેવના વિવાદ અંગે ચાલી રહેલ સવાંદ દરમિયાન તેમણે જણાવતા કહ્યું હતું કે, બાબા રામદેવે પોતાની જવાબદારીથી પાછા નથી પડ્યા.

બાબા રામદેવે જણાવતા કહ્યું છે કે, ઘણા વિવાદો શરુ થયા પરંતુ હું સતત 18 કલાક સેવા કરી રહ્યો છું અને ટૂંક જ સમયમાં એક જ અઠવાડિયાની અંદર બ્લેક ફંગસ, યેલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર થઇ શકે તે માટે આયુર્વેદિક દવાઓ તમને આપવા જઈ રહ્યો છું. આ દવા પર હાલ કામ શરુ છે અને તેમની પ્રક્રિયા છેલ્લા સ્ટેજમાં છે. હાલમાં અમે ફંગસની દવાઓ બનાવી રહ્યા છીએ. બાબા રામદેવે જણાવતા કહ્યું છે કે, આઈએમએ પાસે ન તો કોઈ સાયન્ટિફિક વેલિડેશનની બોડી છે, ના તો તેમની પાસે કોઈ લેબ છે, તથા ના તો તેમની પાસે કોઈ વૈજ્ઞાનિકો છે. આઈએમએ માત્ર એક એનજીઓ છે.

આઈએમએ સાથેના વિવાદ અંગે બાબા રામદેવે કહ્યું કે, ‘હું ન તો એલોપથીની વિરુદ્ધ છું, ન તો ડોકટરોની વિરુદ્ધ છું અને આઇએમએ સામે હોવાનો સવાલ જ નથી. ઠીક છે, તેઓએ પોતાનું રાજકારણ ચલાવવું પડશે અને જો તેઓ નેતાઓને ડોકટરોની વચ્ચે દોરવા માંગતા હોય, તો તેમની સાથે લડવાનો કોઈ પ્રશ્ન નથી. તેમણે કહ્યું, ‘મારી અસલી લડત ડ્રગ માફિયાઓ સામે છે, જે 2 રૂપિયાની દવા ક્યારેક 2000 રૂપિયામાં અને ક્યારેક 10-10 હજાર રૂપિયામાં વેચે છે. આ સિવાય બિનજરૂરી ઓપરેશન અને કામગીરી કરો અને બિન-જરૂરી રીપોર્ટ પણ કરે છે.

પોતાના નિવેદન મામલે બાબા રામદેવે જણાવતા કહ્યું છે કે, આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. આઈએમએ પેન્ટને, બલ્બને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યું છે. જ્યારે આઈએમએ કોરોનિલને અપ્રમાણિક કહીને આયુર્વેદીકને મજાક બનાવી રહ્યું છે.

નોંધનીય છે કે એલોપેથી અને કોરોના વેક્સિનેશન  અંગેના બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠન સંસ્થાઓએ તેમના વીરુદ્ધમાં કાર્યવાહી ન થવાને કારણે તેમની સામે ઉગ્ર વીરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. ફોર્ડાના અધ્યક્ષ ડૉકટર મનીષે દેશના તમામ આરડીએ 1 જૂનને બ્લેક ડે તરીકે ઉજવશે તેમ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *