પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ન કરવાનું કરતા ઝડપાયો- સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથેનો બીભત્સ વિડીયો વાયરલ

પાકિસ્તાનનો કેપ્ટન(Pakistan captain) બાબર આઝમ(Babar Azam) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહેલા બીભત્સ વિડીયો(Video) અને ફોટોને કારણે વિવાદોમાં ફસાઈ ગયો છે. બાબર આઝમના પેરોડી…

પાકિસ્તાનનો કેપ્ટન(Pakistan captain) બાબર આઝમ(Babar Azam) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહેલા બીભત્સ વિડીયો(Video) અને ફોટોને કારણે વિવાદોમાં ફસાઈ ગયો છે. બાબર આઝમના પેરોડી એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં બાબર આઝમનો એક છોકરી સાથેનો બીભત્સ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બાબર આઝમ બેટ્સમેન તરીકે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, પરંતુ આ વિડીયો અને ફોટોના કારણે તે વિવાદોમાં ફસાઈ ગયો છે. જોકે, બાબર આઝમના વિડીયો ની સત્યતાની પુષ્ટિ થઈ શકી નથી. બાબર આઝમના બીભત્સ વાયરલ વીડિયોએ યુઝર્સને ચોંકાવી દીધા છે. પાકિસ્તાનના કેપ્ટનને ત્યારે પણ તેમના ચાહકોનું સમર્થન મળ્યું છે અને તે ખુલ્લેઆમ બાબર આઝમનું સમર્થન કરી રહ્યા છે.

બાબર આઝમનો અંગત વિડીયો લીક થયો છે, જે વિડીયો તે પોતાની જ ટીમના ખેલાડીઓની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ હોવાનું જણાવી રહ્યો છે. વાયરલ વિડીયો અને ફોટો અનુસાર બાબર આઝમના અન્ય ઘણા ખેલાડીઓની ગર્લફ્રેન્ડ સાથે સંબંધો છે. તે તેને એવી રીતે બ્લેકમેલ કરે છે કે જો તું મારી સાથે સંબંધ બાંધીશ તો હું તારા બોયફ્રેન્ડને ટીમમાંથી કાઢીશ નહી.

કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે આ વિડીયો બાબર આઝમની ઈમેજને ખરાબ કરવા માટે શેર કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આ વીડિયો ઓરિજિનલ નથી અને સ્ટાર બેટ્સમેન વિરુદ્ધ જુઠ્ઠું ન ફેલાવવા વિનંતી કરી છે. એક યુઝરે લખ્યું કે, ‘બાબર આઝમના હોઠની કોઈ હિલચાલ નથી, જેનાથી સ્પષ્ટ થાય કે કોઈએ વીડિયો એડિટ કર્યો છે, પરંતુ અમે જાણીએ છીએ કે તે આવું શરમજનક કૃત્ય ન કરે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *