ભૂમિપૂજનના દિવસે રામલલ્લાની મૂર્તિને ખાસ પ્રકારનાં વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે- શિલાન્યાસ પ્રસંગે કર્યું છે આ આયોજન

Published on: 11:06 am, Sat, 1 August 20

5 ઓગસ્ટનાં રોજ વડાપ્રધાન મોદીનાં હસ્તે રામમંદિરનો શિલાન્યાસ થવા માટે જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યાના ખૈસારી બજારમાં આવેલ એક નાની એવી દુકાન દિવસ-રાત ધમધમી રહી છે. ભગવતીપ્રસાદ નામનાં દરજી તેમજ તેમનાં સહાયકો ખુબ ચીવટપૂર્વક કાપડની પસંદગી કરી રહ્યા છે. તેનું કટિંગ કરવા માટે વિશે તેમજ તેનાં પર ભરતકામ વિશે પણ ખુબ ગંભીરતાપૂર્વક ચર્ચા થતી રહે છે, તેમજ એ થવી પણ જોઈએ.

કારણ, કે છેવટે તો એ રામલલ્લાનાં જ કપડાં છે. જી હા, અયોધ્યાનાં બાબુલાલ ટેલર્સની દુકાન ચાર પેઢીથી ભગવાન શ્રીરામના વસ્ત્રો તૈયાર કરી રહી છે, તેમજ શિલાન્યાસના દિવસે પણ રામલલ્લા અહીંથી જ તૈયાર થયેલ વસ્ત્રો જ પરિધાન કરશે.

ભગવતીપ્રસાદનાં દાદા બાબુલાલના જમાનાથી શ્રીરામ મંદિરમાં ભગવાનની મૂર્તિ માટેનાં વસ્ત્રો અહીંથી જ તૈયાર થતાં રહે છે. હવે, ભગવતીપ્રસાદ તેમજ એમના પુત્રો પણ આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. શિલાન્યાસના દિવસનાં રામલલ્લા માટેનાં વિશિષ્ટ વસ્ત્રો પણ તૈયાર થઈ રહ્યા છે. આ બાબતે શ્રીરામ જન્મભૂમિનાં મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ તેમજ સંત કલકીરામે ભગવતીપ્રસાદની સાથે ચર્ચા પણ કરી લીધી છે.

પરંપરા અનુસાર, સપ્તાહનાં સાતેય વાર પ્રમાણે રામલલ્લાની મૂર્તિને વિવિધ રંગોના પરિધાન કરાવાય છે. એ પ્રમાણે, સોમવારે શ્વેત, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે હળવો ક્રિમ, શનિવારે જાંબલી તેમજ રવિવારે ગુલાબી રંગનો પોષાક પહેરાવવાની પરંપરા ચાલી રહી છે.

શિલાન્યાસના દિવસે બુધવાર છે, તે લીલા રંગનાં પોષાકને પસંદ કરવામાં આવ્યો છે. જો, કે સંત કલકીરામ સહિતનાં ભક્તોએ આ ખાસ પ્રસંગે રામલલ્લાને ભગવા રંગના વસ્ત્રો પહેરાવવાનો પણ આગ્રહ રાખ્યો હતો.

પણ પરંપરાનું પાલન થાય તેમજ ભક્તોની લાગણીને પણ અનુસરી શકાય એ માટે શિલાન્યાસનાં પ્રસંગે લીલા રંગના ડ્રેસમાં ભગવા રંગના ફૂલ-પાંદડીની એમ્બ્રોડરી વાળા વસ્ત્રો રામલલ્લાને ધારણ કરાવવામાં આવશે. વસ્ત્રોમાં કમખાની દોરીની જગ્યાએ નવરત્ન માળા તેમજ જરીની પટ્ટી પણ મઢેલી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP