‘જાને મેરી જાનેમન, બસપન કા પ્યાર’ ગીત ગાનાર સહદેવને નડ્યો અકસ્માત- માથામાં ગંભીર ઈજા પહોચતા…

‘જાને મેરી જાનેમન, બસપન કા પ્યાર’ ગીત ગાઈને લાઇમલાઇટમાં આવેલો બાળક સહદેવ(sahdev dirdo Accident) મંગળવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જઈ સારવાર…

‘જાને મેરી જાનેમન, બસપન કા પ્યાર’ ગીત ગાઈને લાઇમલાઇટમાં આવેલો બાળક સહદેવ(sahdev dirdo Accident) મંગળવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા(Social media) પર આ સમાચાર ફેલાતાની સાથે જ બધાએ નાના સહદેવના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે(Bhupesh Baghel) શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. જોકે, હવે સહદેવની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી અનુસાર, અકસ્માતના કેટલાક કલાકો પછી સહદેવને રાત્રે 10 વાગ્યે હોશ આવ્યો. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તેમાં થોડો સમય લાગશે. સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં સહદેવ ખતરાની બહાર છે. તમને જણાવી દઈએ કે ઘટના બની ત્યારથી લઈને સારવારના સમય સુધી સહદેવ લગભગ 5 કલાક સુધી બેભાન હતો.

બોલિવૂડ સિંગર બાદશાહ સહદેવના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. તેમણે ફોન પર સહદેવની ખબર-અંતર પૂછ્યું અને શક્ય તમામ મદદની ખાતરી આપી. બાદશાહ અને સહદેવે સાથે મળીને ‘બચપન કા પ્યાર’ ગીત પર એક વિડિયો ગીત બનાવ્યું હતું.

મળતી માહિતી મુજબ મામલો મંગળવાર સાંજનો છે. સહદેવ તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર શબરી નગર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેની બાઇક રોડ પર બેકાબૂ બની હતી. આ અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ દરમિયાન તેને માથામાં ચાર ટાંકા પણ આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સહદેવ ‘જાને મેરી જાનેમન’ ગીત એવી રીતે ગાયું હતું કે તે ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું અને દરેકની જીભ પર આવી ગયું હતું. સહદેવની શાળાના શિક્ષકે વર્ષ 2019માં તેના વર્ગમાં બસપન કા પ્યાર ગીત ગાતા તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. વાદળી શર્ટમાં સજ્જ, સહદેવ સીધા કેમેરામાં જુએ છે અને ગીત ગાય છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સહદેવને હાર પહેરાવીને સન્માન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *