ખેલૈયા માટે ખરાબ સમાચાર: વરસાદ લાવી શકે છે નવરાત્રી માં વિઘ્ન

હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. જો કે આ વાવાઝોડું ઓમાન તરફ…

હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. જો કે આ વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે જેને લઈને ગુજરાતને કોઈ ખતરો નથી પરંતુ વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાંની અસરને પગલે રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે. નવરાત્રીમાં રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 126 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય

વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે

વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં ૩ દિવસ સામાન્ય વરસાદ રહેશે

૨૬ તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

૨૭ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે

નવરાત્રીમાં રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ પડી શકે છે

રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો ૧૨૬ ટકા વરસાદ નોધાયો

આ તરફ રાજ્યમાં ભારે ગરમી બાદ વરસાદી વાતાવરણે ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે નવરાત્રીના પ્રથમ 3 દિવસ વરસાદની આગાહીને પગલે ખૈલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે. ગઈકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. વડોદરામાં રાવપુરા, માંડવી અને માંજલપુર તેમજ કારેલીબાગ સિટી વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *