હવે શું થશે ‘રાણા’નું? દેવાયત ખવડના રિમાન્ડ આજે પૂર્ણ થશે- ગમે ત્યારે થઇ શકે છે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં દેવાયત ખવડ(Devayat Khavad) અને તેના સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા(Mayur Singh Rana) પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં દેવાયત ખવડ(Devayat Khavad) અને તેના સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા(Mayur Singh Rana) પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ દ્વારા 10 દિવસ પછી પોલીસ સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યું  હતું. ત્યારબાદ કોર્ટ દ્વારા દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જોકે હવે દેવાયત ખવડને ગમે તે સમયે કોર્ટમાં રજૂ કરાઇ શકે છે. જ્યાં દેવાયતને જામીન મળે છે કે, નહીં તે ઉપર સૌ કોઈની નજર છે.

રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાને લઈને લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. ત્યારે દેવાયતને આખી રાત લોકઅપમાં વિતાવી પડી હતી. A-ડિવિઝન પોલીસ રિમાન્ડ માટે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. દેવાયત ખવડને 10 દિવસ સુધી આશ્રય આપનારા કોણ હતા તેની પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે.

વકીલે દેવાયત ખવડને લઇને કર્યો ચોંકાવનારો દાવો:
રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કર્યાના કેસમાં બચાવપક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે તેઓનું કહેવું છે કે, CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી. બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે.

પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *