કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ બાલુ ધાનોરકરનું નિધન

કોંગ્રેસના સાંસદ સુરેશ ધાનોરકર ઉર્ફે બાલુભાઉ ધાનોરકરનું (Balu Dhanorkar death) મંગળવારે સવારે નિધન થયું હતું. તેઓ મહારાષ્ટ્રના એકમાત્ર કોંગ્રેસના લોકસભા સાંસદ હતા અને 2019ની ચૂંટણીમાં…

કોંગ્રેસના સાંસદ સુરેશ ધાનોરકર ઉર્ફે બાલુભાઉ ધાનોરકરનું (Balu Dhanorkar death) મંગળવારે સવારે નિધન થયું હતું. તેઓ મહારાષ્ટ્રના એકમાત્ર કોંગ્રેસના લોકસભા સાંસદ હતા અને 2019ની ચૂંટણીમાં ચંદ્રપુર બેઠક પરથી જીત્યા હતા. કીડની સ્ટોનની બિમારીથી પીડિત ધનોરકર દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

તમને જણાવી દઈએ કે તેમના પિતા નારાયણ ધાનોરકર (Narayan Dhanorkar Passed Away)નું 2 દિવસ પહેલા નિધન થયું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંધે પાટીલે ટ્વીટ કર્યું કે ધાનોરકરના પાર્થિવ દેહને મંગળવારે બપોરે દિલ્હીથી વારોરા લાવવામાં આવશે.

માત્ર 48 વર્ષની ઉંમરે થયું અવસાન

પાટીલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ચંદ્રપુરના સાંસદ બાલુભાઉ ધાનોરકર (Balu Dhanorkar death)ની તબિયત બગડતાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે ધાનોરકરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું. પાટીલે કહ્યું કે તેમના મૃતદેહને દિલ્હીથી તેમના વારોરા નિવાસસ્થાને લાવવામાં આવશે, અને 31 મેના રોજ સવારે 11 વાગ્યે વાની-વરોરા બાયપાસ રોડ પર મોક્ષધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે માત્ર 48 વર્ષની ઉંમરે તેમણે એક કટ્ટર શિવસૈનિકથી લઈને લોકસભા સાંસદ સુધીની સફર કરી હતી.

ધાનોરકરની પત્ની કોંગ્રેસના ધારાસભ્ય છે

પાટીલે ટ્વીટમાં કહ્યું કે ધનોરકર ચંદ્રપુર જિલ્લાના ભદ્રાવતી ગામના રહેવાસી છે. 2014માં બાલુ ધાનોરકર શિવસેનાની ટિકિટ પર પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ધાનોરકર શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી હતી. ધાનોરકરે ચંદ્રપુરની લોકસભા બેઠક જીતી અને તે 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસની એકમાત્ર લોકસભા બેઠક રહી. ત્યારપછીની વિધાનસભા ચૂંટણીમાં, ધનોરકરની પત્ની પ્રતિભાએ કોંગ્રેસની ટિકિટ પર વારોરા-ભદ્રાવતી બેઠક જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *