વર્લ્ડ કપ: જાણો આજે બાંગ્લાદેશથી ભારત હારી ગયું ભારત નું શું થશે???

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

ભારતને સેમિફાઇનલમાં જવા માટે ફક્ત એક પોઇન્ટ ની જરૂર છે પરંતુ જો બાંગ્લાદેશ સામે હાર મળે તો તેનો શ્રીલંકા વિરૂદ્ધ ની મેચ કરો યા મરો જેવી હશે.

આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો આજે બર્મિંગહામમાં બાંગ્લાદેશ સાથે થશે. અત્યાર સુધી અજય ચાલી રહી ભારતીય ટીમે પાછળના મેચમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશ એક એવી ટીમ છે જેનાથી આ વર્લ્ડકપમાં સારા પ્રદર્શનની બધાને આશા હતી પરંતુ જે રીતે એશિયાની ટીમ રમી રહી છે તેનાથી બધા હેરાન છે.

ભારત સેમિફાઇનલમાં પહોંચવાથી ફક્ત એક પોઇન્ટ દૂર છે. પરંતુ જો બાંગ્લાદેશ વિરૂદ્ધ હાર મળે ભારતનો શ્રીલંકા સામેનો મુકાબલો કરો યા મરો જેવો રહેશે. બાંગ્લાદેશ કોઈપણ તેમની રમત બગાડી શકે છે. 2007ના વર્લ્ડકપમાં આ ટીમે ભારતને હરાવી શરૂઆતમાં જ વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધા હતા. આવામાં ભારતે બાંગ્લાદેશનું હાલ નું ફોર્મ જોઈને સતર્ક રહેવું પડશે.

Loading...

આ મેચ પહેલા ભારતને ઝટકો પણ લાગ્યો છે. ટીમ માં જગ્યા બનાવી ચુકેલા ખેલાડી વિજય શંકર ના પગમાં ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. શંકર ભારતના બીજા એવા ખેલાડી છે જે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયા છે. આના પહેલા શિખર ધવનને પણ અંગૂઠામાં થયેલી ઈજાને કારણે ટીમ માંથી બહાર જવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.