યુવતીએ એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી જે કર્યું…

Published on: 1:35 pm, Sun, 20 September 20

હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. રાજ્યમાં કોરોનાની સાથે જ ગુનાઓનું પ્રમાણ પણ સતત વધુ જ જઈ રહ્યું છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ બનાસકાંઠામાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.બનાસકાંઠામાં આવેલ દાંતીવાડાની ગાંગુદરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ પાલનપુરનો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો છે.

એક યુવતીએ શિક્ષકને પોતાની પ્રેમજાળમાં ફસાવીને બીજા સાગરીતોની સાથે મળીને શિક્ષકને ઘણીવાર ધમકીઓ આપવામાં આવતી હતી. હની ટ્રેપ આચરીને શિક્ષકની પાસેથી કુલ 7.50 લાખ પડાવી લેવામાં આવ્યા છે. જો કે, આ સમગ્ર ઘટનાની શિક્ષકે કુલ 7 લોકોની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરમાં આવેલ પારપડા હાઇવે પર આવેલી શ્યામ વિહાર ઉપવન સોસાયટીમાં રહેતો શિક્ષક રજનીકાંત સુતરિયા દાંતીવાડામાં આવેલ ગાંગુદરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્ય હતો. જો કે, 6 મહિના પહેલાં એક યુવતી સહિત કુલ 6 લોકોએ શિક્ષકને હનીટ્રેપમાં ફસાવવા માટેનું કાવતરું રચીને યુવતીને શિક્ષકનાં સંપર્કમાં લાવવામાં આવી હતી.

ત્યારબાદ યુવતીએ શિક્ષકને પાલનપુર હાઇવે પાસે મળવા માટે બોલાવીને શિક્ષકની કારમાં જ બેસી શિક્ષકને આબુ રોડ બાજુ લઈ ગઈ હતી.જો કે, આબુ રોડથી પાછા ફરતી વખતે અમીરગઢ બોર્ડર પાસે યુવતી વોમિટિંગનું બહાનું કાઢીને કારમાંથી નીચે ઉતરી ગઈ હતી.

એ સમયે પાછળની કારમાં આવી રહેલ શખ્સો શિક્ષકની કારમાં બેસી ગયા હતા તથા શિક્ષકને લઈ નીકળી જઇને અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી એક શખ્સ દ્વારા ઝાલા સાહેબનાં નામે પોલીસ તરીકેની પોતાની ઓળખાણ આપવામાં આવી હતી. શિક્ષકને ધમકાવીને રૂપિયા પડાવી છોડી દેવામાં આવ્યો હતો.

જો કે, ત્યારબાદ ઝાલા સાહેબ નામની ઓળખાણ આપનાર શખ્સ શિક્ષકની શાળામાં પહોંચી ગયો હતો. યુવતીએ ઝેર પીધું હોવાનું જણાવીને પતાવટ કરવાનાં નામે ફરી પૈસા પડાવી લીધા હતા. થોડા દિવસ પછી ફરી યુવતી મરી ગઈ હોવાનું કહીને મર્ડર કેસ કરવાની ધમકી આપીને શિક્ષકની પાસેથી શખ્સો પૈસા પડાવી ગયા હતા.

આમ, યુવતી સહિત શખ્સોએ શિક્ષકને હનીટ્રેપમાં ફસાવીને શિક્ષકને  ઘણીવાર ધમકીઓ આપીને શિક્ષકની પાસેથી કુલ 7.50 લાખ પડાવી દેવા મામલે શિક્ષક રજનીકાંતભાઈએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને પહોંચીને યુવતી સહિત કુલ 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ 7 લોકોની વિરુદ્ધ નોધવામાં આવી પોલીસ ફરિયાદ :
ચંદ્રકાંત એટલે કે ટીનાભાઈ બાબુજી ઠાકોર (રહેઠાણ ડીસા) , અહેસાનખાન નજીરખાન પરમાર (રહેઠાણ વડગામમાં આવેલ જલોત્રા) તેજસ એટલે કે ટોની હેમજીભાઇ સોની (રહેઠાણ જૂના ડીસા) શાહરૂખખાન રહમતખાન વિહારી (રહેઠાણ જૂના ડીસા ) ડિમ્પલ નામની છોકરી,  અજાણ્યા કુલ 2 શખ્સ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en