કોરોના વિતરણ કરવા નીકળી કિંજલ દવે અને ભાજપના ધારાસભ્ય – જુઓ વિડીયો

Published on: 7:56 pm, Sat, 3 October 20

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધુ રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ભાજપ સરકારના ધારાસભ્યો અને કાર્યકર્તાઓને ઠેર-ઠેર લોકોને એકઠા કરીને કાર્યક્રમો કરવાની સરકારે છૂટ આપી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, કોરોનાની મહામારી વચ્ચે એક તરફ સરકાર લોકોને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં એકઠા થવા નથી દેતી. આ ઉપરાંત રસ્તા પર જે લોકો માસ્ક નથી પહેરતાં તેમની પાસેથી દંડની વસૂલાત કરે છે.

સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકો પાસેથી તંત્ર મોટી રકમનો દંડ વસૂલાત કરે છે પરંતુ ભાજપના કાર્યક્રમ હોય કે, ભાજપની રેલી હોય કે, પછી ભાજપના નેતાને પણ મોટું પદ મળતાં તેનો અભિવાદન કાર્યક્રમ હોય. આ બધા જ કાર્યક્રમોમાં લોકોને એકઠા કરવાની છૂટ મળે છે. આ તમામ કાર્યક્રમમાં કોરોનાનાં તમામ નિયમોનો ભંગ થાય છે પરંતુ ભાજપના એક પણ નેતા કે કાર્યકર્તા પર કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે.

બનાસકાંઠા ડીસા તાલુકાના ડેડોલ ગામમાં પ્રસિદ્ધ ગાયક કિંજલ દવે અને ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા મોટી સંખ્યામાં લોકોની ભીડ સાથે ગામમાં ઘોડા પર બેસીને ફરતા દેખાયા હતા. ડેડોલ ગામમાં રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયા અને જાણીતી ગાયક કિંજલ દવે ઉપસ્થિત રહી હતી.

ગામના લોકો દ્વારા ભાજપના નેતા અને ગાયક કલાકાર કિંજલ દવેને ઘોડા પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવી હતી. ગામમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન પણ થયું ન હતું. લોકોને કાર્યક્રમો કરવાની મનાઈ છે પરંતુ બીજી તરફ ભાજપના ધારાસભ્ય જે કાર્યક્રમમાં જતા હોય તે કાર્યક્રમમાં ડીજે અને ઢોલ નગારા વગાડવાની છૂટછાટ આપવામાં આવી હોય તેવુ આ દૃશ્યો પરથી લાગી રહ્યું છે.

સવાલ એ ઊઠી રહ્યા છે કે, રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન જે લોકોએ રેલી અને વરઘોડાનું આયોજન કર્યું હતું તેમની સામે શું સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે કિંજલ દવેએ લોકોમાં જાગૃતિ આવે તે માટે ગીતો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે.

આ ગીતમાં લોકોને કોરોના પ્રત્યે કઈ તકેદારી રાખવી તે જણાવ્યુ છે પરંતુ અહીં તો ભાજપના નેતાની સાથે કિંજલ દવે પણ કોરોનાની મહામારી છે કે, નહીં તે ભૂલીને ઘોડા પર બેસીને ડીજેના તાલ સાથે પોતાની મોજમાં જોવા મળી હતી. આ ઉપરાંત કિંજલ દવે ઘોડા પર બેસીને ધારાસભ્ય શશીકાંત પંડયા સાથે સેલ્ફી લેતી પણ નજરે ચઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle