‘બેંકનો મેનેજર બોલું છું,’ ગરીબ ખેડૂતની મહેનતની કમાણીના 2 લાખ ખાતામાંથી ઉપડી ગયા’

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લોરવાડા ગામના જેન્તીભાઈ નાગરભાઈ પરમાર નામના ખેડૂત ડીસા શહેર ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે. તેઓએ તાજેતરમાં જ પોતાની લોન રીન્યુ કરવા બેંકના ખાતામાં બે લાખ રૂપિયા ઉપરાંતની રકમ જમા કરાવી હતી. ત્યારે ગત તા.17 ઓક્ટોબર તેઓને બેંક અધિકારીને નામે અજાણ્યા શખ્સોએ ફોન કરી તમારું ખાતું બંધ થઈ જશે તેમ કહી એટીએમ નો પીન નંબર અને નેટવર્કિંગ નંબર માગતા તેઓએ ભોળાભાવે આપ્યો હતો.

ત્યારબાદ તેઓ 23 ઓક્ટોબરે બેંકમાં લોન ખાતા બાબતે તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે તેઓના ખાતામાંથી 17 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીમાં બે લાખ રૂપિયા ગયા છે.

ખેડૂત, જયંતીભાઈ પરમારે જણાવ્યું કે, મને યુનિયન બેન્કના મેનેજરનું જણાવી ફોન આવ્યો હતો. મારો પીન નંબર જાણી અજાણ્યા લોકોએ મારા ખાતામાથી 2 લાખ ઉપાડી છેતરપિંડી આચરી છે.

પોલીસે ફરિયાદ ના લેતા મેં અરજી આપેલી છે અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે , મને ન્યાય મળવો જોઈએ.

આ બાબતે તેઓએ ડીસા બેંક અધિકારીને જણાવતા બેંક દ્વારા તપાસ કરતા કોઈ અજાણ્યા શકશે એટીએમ નંબરના આધારે તા.17થી 22 ઓક્ટોબર સુધી ટુકડે-ટુકડે રૂ.બે લાખ ઉપાડી લીધા હતા.

ગરીબ ખેડૂતની મહેનતની કમાણીના પૈસા છેતરપિંડી કરી લઇ જવાતા તો નિરાધાર બની ગયા છે. તેઓએ આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે.

Facebook Comments