બીમાર પત્નીની સારવાર માટે ઘરે આવેલી સાળીને જીજાએ બનાવી હવસનો શિકાર- આઠ મહિના બાદ પેટમાં દુખાવો થતા…

Published on: 5:16 pm, Wed, 7 April 21

હાલમાં વધી રહેલા બળાત્કારના કેસો દરમિયાન ફરી એક કેસ સામે આવ્યો છે જેમાં જામનગર શહેરમાં બીમાર બહેનના ઘરે મદદ કરવા માટે આવેલી નાની બહેન પર બનેવીએ આઠ મહિના પહેલા ધાક-ધમકી આપીને દુષ્કર્મ ગુજારીને આઠ મહિનાનો ગર્ભ રાખી દીધો હતો. જેમાં બનેવી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા હોબાળો મચી ગયો હતો. તેમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી આઠ માસ પહેલા નાની બહેન તેની મદદ માટે આવી હતી. ત્યારે મોટી બહેનના પતિએ જ સાળી ઉપર નજર બગાડી હતી અને સાળીને ધાક ધમકી આપીને બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. બે દિવસ પહેલા તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં તબીબોએ તેને આઠ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા યુવતીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ યુવતીએ સીટી એ ડીવીઝનમાં બનેવી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ અંગેની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવતા આ કેસની કામગીરી પીઆઇ આર.બી.ગઢવી અને પી.એસ.આઇ યુ.આર. ભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપી બનેવીની પોલીસ દ્વારા કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.