ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

બેંક ઓફ બરોડામાં નોકરીની તક, પરીક્ષા વગર સીધા ઇન્ટરવ્યૂથી નોકરી આપશે- જાણો વધુ વિગતો

બેંક ઓફ બરોડાએ સુપરવાઇઝરની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. ઇચ્છુક ઉમેદવારો 31 જુલાઈ 2020 સુધી બેંક ઓફ બરોડા (BOB) ભરતી 2020 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. ચાલો જાણીએ બેંક ઓફ બરોડા (BOB) માં આ જોબથી સંબંધિત વિગતો.

પોસ્ટ્સની સંખ્યા

સુપરવાઈઝરની 49 જગ્યાઓ પર બેંક ઓફ બરોડા (BOB) માં જગ્યા ખાલી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી પ્રક્રિયા માટે, ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયા ગ્રેજયુએટ સાથે કમ્પ્યુટર (એમએસ ઓફિસ, ઇમેઇલ, ઇન્ટરનેટ, વગેરે) નું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર 

બીઓબી ભરતી 2020 અંતર્ગત સુપરવાઇઝરની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

બીઓબીમાં સુપરવાઇઝરની જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ જગ્યાઓ પર ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં.

એપ્લિકેશન પ્રક્રિયા

ઇચ્છુક અને લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરની જગ્યાઓ પર આ ખાલી જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકશે, અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અંતિમ તારીખ અનુસાર અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ પર સૂચના જોવા માટે અહીં ક્લિક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.