બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વગર કસોટીએ નોકરી, જાણી લો અરજી કરવાની રીત અને અંતિમ તારીખ

Published on Trishul News at 2:55 PM, Thu, 20 January 2022

Last modified on January 20th, 2022 at 2:55 PM

બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ (Wealth Management Service)અને ગ્રામિણ કૃષિ બેંકીંગ વિભાગ (Rural Agriculture Banking Department)હેઠળ જુદા જુદા પદ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આ બહાર પાડવામાં આવેલ ભરતીના પદ માટે અરજી પ્રક્રિયા (Application process)શરુ કરી દેવામાં આવી છે. અને છેલ્લી તારીખ પણ થોડીક નજીકમાં જ છે.

ત્યારે આ સમયગાળા દરમિયાન ઉમેદવારો (Candidates)દ્વારા હજૂ સુધી અરજી કરવામાં આવી નથી. તો હવે જે ઉમેદવારને અરજી કરવી હોય તો સત્તાવાર વેબસાઈટ પર bankofbaroda.in જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 સુધીની છે.

અમે તમને જણાવી દઈએ કે, કુલ 105 જેટલી ખાલી પદની અરજીઓ મગાવામાં આવી રહી છે. આ ભારતીના પદ પર 7 જાન્યુઆરીથી ઉમેદવારની અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

બેંકમાં ખાલી પડેલી જગ્યાઓ:
બેંકમાં રહેલી ખાલી જગ્યામાં હેડ- વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ માટે 1 જગ્યા , વેલ્થ સ્ટ્રેરેજિસ્ટ માટે 28 જગ્યા, રોકાણ સંશોધન મેનેજર માટે 2 જગ્યા, પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ માટે 2 જગ્યા, એનઆરઆઈ વેલ્થ પ્રોડક્ટ્સ મેનેજર માટે 1 જગ્યા, પ્રોડક્ટ મેનેજર માટે 1 જગ્યા, ટ્રેડ રેગ્યુલેશન-સીનિયર મેનેજર માટે 1 જગ્યા, ગ્રુપ સેલ્સ હેડ માટે 1 જગ્યા, પ્રાઈવેટ બૈંકર માટે 20 જગ્યા અને એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે 47 જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી:
હેડ-વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ પદ માટે અરજી કરનારા ઉમેદવારો માટે કોઈ પણ માન્યતા મળેલ યુનિવર્સિટીમાંથી કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. તેની સાથે જ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે મેનેજંમેન્ટની ડિગ્રી હોવી જોઈએ અથવા તો ડિપ્લોમા હોવો જરૂરી છે.

તો એગ્રીકલ્ચર માર્કેટીંગ ઓફિસર ભરતી પદ માટે ઉમેદવાર પાસે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે અને વધારે શૈક્ષણિક લાયકાત તથા આ ભરતી અનુસાર અન્ય કોઈ જાણકારી માટે ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશનની તપાસ કરી શકે છે.

શૈક્ષણિક લાયકાતની સાથે વય મર્યાદા આટલી હોવી જોઈએ:
આ ભરતી પદ માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 23થી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તો વળી વધુ ઉેમર મર્યાદામાં OBC વર્ગના ઉમેદવારો 3 વર્ષ અને SC તથા ST વર્ગ માટે 5 વર્ષની છૂટ આ ભરતી પદ માટેની અરજીમાં આપવામાં આવી છે.

આ પ્રમાણે થશે પસંદગી:
આ ભરતી પદ માટે ઉમેદાવરોની પસંદગી અહીંયા ઈન્ટરવ્યૂ અને પુછપરછના આધારે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વગર કસોટીએ નોકરી, જાણી લો અરજી કરવાની રીત અને અંતિમ તારીખ"

Leave a comment

Your email address will not be published.


*