મોદીએ કર્યો એવો ચમત્કાર કે બેંકોનાં ડૂબેલા 1.21 લાખ કરોડ પાછા આવી ગયા…

મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70 હજાર કરોડની ‘સંજીવની’ આપવાની જાહેરાત કરી. તો હવે બેંકોને મર્જર કરવાની…

મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70 હજાર કરોડની ‘સંજીવની’ આપવાની જાહેરાત કરી. તો હવે બેંકોને મર્જર કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ પબ્લિક સેક્ટરની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી છે. 6 નાની નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવી છે.

બેંકોનાં વિલીનીકરણને લઇને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ પ્રેસ કૉન્ફરન્સમાં 5 ટ્રિલિયન ડૉલર ઇકોનૉમીનાં સપનાને લઇને નાણાં મંત્રીએ કહ્યું કે, “2017માં દેશની અર્થવ્યવસ્થા 2.6 ટ્રિલિયન ડૉલર હતી. 2024માં આપણે 5 ટ્રિલિયન ડૉલરનાં લક્ષ્યાંકને જરૂર મેળવી શકીશું.

બેન્કિંગ સેક્ટરને લઇને તેમણે કહ્યું કે, “અત્યારે જેટલા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી NPAમાં ભારે ઘટાડો આવ્યો છે. નાણાંકીય વર્ષ 2018-19માં લૉન રિકવરી 1,21,076 કરોડ હતી. સાથે જ NPAનું સ્તર 7.90 લાખ કરોડ પર પહોંચ્યું છે. પહેલા બેંકો પર 8.86 લાખ કરોડનાં NPAનો બોજો હતો.” જણાવી દઇએ કે આજે 4 બેંકોનાં મર્જરની જાહેરાત કરવામાં આવી. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને યૂનાઇટેડ બેંકને મર્જ કરવામાં આવી રહી છે. વિલીનીકરણ બાદ આ દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. જેનો બિઝનેસ 17.95 લાખ કરોડનો હશે.

કેનરા અને સિંડિકેટ બેંકનું પણ વિલીનીકરણ કરવામાં આવશે. મર્જર બાદ આ દેશની ચોથી સૌથી મોટી બેંક બનશે. આ બેંકનો બિઝનેસ 15.20 લાખ કરોડ હશે. યૂનિયન બેંક ઑફ ઇન્ડિયામાં આંધ્રા બેંક અને કૉર્પોરેશન બેંકનું વિલીનીકરણ થશે. વિલીનીકરણ બાદ આ દેશની પાંચમી સૌથી મોટી પબ્લિક ક્ષેત્રની બેંક હશે. ઇન્ડિયન અને ઇલાબાદ બેંકનું વિલીનીકરણ થશે અને આ દેશની સાતમી મોટી બેંક હશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *